બ્રેકિંગ@વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ, 5ના મોત સહિત અનેક ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક વડોદરામાં ઓક્સિજનની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહૌલ સર્જાયો છે. 108, ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એમ્સ નામની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેને પરિણામે 5 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ
 
બ્રેકિંગ@વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ, 5ના મોત સહિત અનેક ઘાયલ

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં ઓક્સિજનની કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહૌલ સર્જાયો છે. 108, ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એમ્સ નામની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેને પરિણામે 5 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. એકાએક થયેલા બ્લાસ્ટને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં ઘાયલોનો આંકડો હજુ સુધી સામે નથી આવ્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાની એમ્સ નામની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતા પાંચ લોકોના મોતથી ચકચાર મચી ગઇ છે. જેને લઇ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોઝારા અકસ્માતનો ભોગ બનેલા ઈજાગ્રસ્તકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહૌલ સર્જાયો છે. આ દુર્ઘટનાને કારણે ઓક્સિજનના બાટલા હવામાં ફંગોળાયા હતા અને આસપાસના 3 કિમી સુધીના વિસ્તારમાં જાણે ભૂકંપ આવ્યો હોત તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.