બ્રેકિંગ@વડોદરા: ચાલુ જાહેરસભામાં ચક્કર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. આ બધી ગતિવિધિની વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જાહેરસભાને સંબોધતા દરમ્યાન અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. ચાલુ સભામાં ભાષણ દરમ્યાન અચાનક તેઓ ઢળી પડતાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે સારવાર
 
બ્રેકિંગ@વડોદરા: ચાલુ જાહેરસભામાં ચક્કર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. આ બધી ગતિવિધિની વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જાહેરસભાને સંબોધતા દરમ્યાન અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. ચાલુ સભામાં ભાષણ દરમ્યાન અચાનક તેઓ ઢળી પડતાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે સારવાર બાદ તેઓ સ્વસ્થ થતાં તેઓ સભા ટુંકાવીને રવાના થયા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવા વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડોદરામાં સભા હતી. વડોદરામાં જાહેર સભા કરતી વખતે મુખ્યમંત્રી રૂપાણીને ચક્કર આવ્યા હતા. રૂપાણીને અચાનક ચક્કર આવતા તે જમીન પર પડ્યા હતા. ભાષણ આપતી વખતે અચાનક જ તેઓ બેહોશ થતાં સુરક્ષાકર્મીઓએ તરત જ તેઓને સંભાળી લીધા બાદ પ્રાથમિક સારવાર અપાઇ હતી.

બ્રેકિંગ@વડોદરા: ચાલુ જાહેરસભામાં ચક્કર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ સંબોધન દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરૂદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવશુ નહી.