બ્રેકિંગ@વારાહી: સોસાયટીમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 7 દર્દી આવતાં ડરનો માહોલ

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ગામમાં એક જ સોસાયટીમાં એકસાથે 7 વ્યક્તિને કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રજાપતિવાસમાં બાળક સહિત 7 કેસ સામે આવતાં રહીશોમાં સૌથી મોટો ભય પેઠો છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી આખો મહોલ્લો સેનેટાઇઝ કરવા સાથે શંકાસ્પદો શોધવા નોબત બની છે. આ સાત દર્દીઓના કારણે સોસાયટીમાં અનેકને ચેપ થયો હોવાની
 
બ્રેકિંગ@વારાહી: સોસાયટીમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 7 દર્દી આવતાં ડરનો માહોલ

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગામમાં એક જ સોસાયટીમાં એકસાથે 7 વ્યક્તિને કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રજાપતિવાસમાં બાળક સહિત 7 કેસ સામે આવતાં રહીશોમાં સૌથી મોટો ભય પેઠો છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી આખો મહોલ્લો સેનેટાઇઝ કરવા સાથે શંકાસ્પદો શોધવા નોબત બની છે. આ સાત દર્દીઓના કારણે સોસાયટીમાં અનેકને ચેપ થયો હોવાની આશંકાને પગલે ચકચાર મચી ગઇ છે. આવી સ્થિતિમાં કોરોના ગાઇડલાઇન મુજબ હાઇ અને લો રીસ્ક સંપર્કવાળાને શોધવા કવાયત બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થવાની આશંકા બે દિવસ પહેલા ઉભી થઇ હતી. સ્થાનિક આગેવાન ફરશુ ગોકલાણીએ આરોગ્ય વિભાગને અવગત કરવા દોડધામ કરી હતી. સેમ્પલનો રીપોર્ટ આવતાં વારાહી ગામના નાના પ્રજાપતિ વાસમાં એકસાથે 7 વ્યક્તિ કોરોના વાયરસને ઝપટે ચડ્યા છે. 6 વર્ષના બાળક, 4 મહિલા અને 2 પુરૂષ સહિત સાત વ્યક્તિને કોરોના આવતાં તેઓના પરિવારમાં ચોંકાવનારી બીક અને ફફડાટ વ્યાપી ગયો છે.

બ્રેકિંગ@વારાહી: સોસાયટીમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 7 દર્દી આવતાં ડરનો માહોલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સોસાયટીમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ આવતાં દોડધામ મચી ગઇ છે. આથી સમગ્ર મહોલ્લો કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ જઇ શકે તેમ હોઇ રહીશોને લોકડાઉન જેવા જીવનની ફરી શરૂઆત થઇ છે. કોરોના વાયરસની ગાઇડલાઇન મુજબ આરોગ્ય વિભાગે આ સાત વ્યક્તિના એકદમ નજીકના સંપર્કમાં આવેલા અને થોડા દૂર સંપર્કમાં આવેલા વ્યક્તિઓ શોધવા પડશે. જેના કારણે આ સાત પછી કોરોનાના શંકાસ્પદો સરેરાશ 100ને પાર થઇ શકે તેવી સંભાવના છે.

આજે 7 વ્યક્તિ સાજા થઇ જતાં મોટી રાહત

ધારપુર મેડીકલ હોસ્પિટલ ટીમની મહેનત દરમ્યાન આજે સાત વ્યક્તિ સાજા થતાં મોટી રાહત સામે આવી છે. જેમાં પાશ્વનાથ સોસાયટી શંખેશ્વરના 35 વર્ષિય સ્ત્રી, ધારપુરના 30 વર્ષિય સ્ત્રી, પાટણ શહેરના અંબાજી નેળીયાના તિરૂપતિનગરના 75 વર્ષિય સ્ત્રી, સિધ્ધપુરની ઝુલેલાલ સોસાયટીના 62 વર્ષિય પુરૂષ, પાટણના પલ્લવી પાર્કના 35 વર્ષિય પુરૂષ, પાટણની નિલમ સિનેમાના જીનીરેત વિસ્તારના 60 વર્ષિય મહિલા અને રાધનપુરના દેસાઇ વાસના 61 વર્ષિય પુરૂષને રજા આપવામાં આવી છે.

બ્રેકિંગ@વારાહી: સોસાયટીમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 7 દર્દી આવતાં ડરનો માહોલ

આજે પાટણ જીલ્લામાં વારાહી સહિત 11 કેસ આવ્યા

આજે પાટણ જીલ્લામાં સાંજના 7 વાગ્યા સુધી કોરોના વાયરસના કુલ 11 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેર પારેવા સર્કલ પાસેના રાજવી બંગલોઝમાં 42 વર્ષિય પુરૂષ, હર્ષનગર ભઠ્ઠીવાડામાં રહેતા 37 વર્ષિય પુરૂષ, રેલ્વેનાળાની અવધૂત પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષિય પુરૂષ અને 65 વર્ષિય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે વારાહીના નાના પ્રજાપતિ વાસમાં 30 વર્ષિય સ્ત્રી, 45 વર્ષિય સ્ત્રી, 6 વર્ષિય પુરૂષ, 27 વર્ષિય પુરૂષ, 60 વર્ષિય પુરૂષ, 50 વર્ષિય સ્ત્રી અને 50 વર્ષિય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે નવા 11 કેસ આવતાં અત્યાર સુધી જીલ્લામાં કોરોનાનો આંકડો 240 પહોંચ્યો છે.