બ્રેકિંગ@વાવ: ભ્રષ્ટાચારનું ગાબડું, બે એકરમાં કૃષિ ઉપજ સંકટ વચ્ચે

અટલ સમાચાર,વાવ બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. આજે બાલુત્રી માઇનોર કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડું પડતાં બે એકર જીરાના પાક ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઇ સ્થાનિક ખેડૂતને માટે આભ ફાટી પડ્યાની સ્થિતિ ઉભી થઇ છે ગાબડાંથી વારંવાર ખેડૂતોને મોટું નુકશાન થઇ રહ્યુ છે.
 
બ્રેકિંગ@વાવ: ભ્રષ્ટાચારનું ગાબડું, બે એકરમાં કૃષિ ઉપજ સંકટ વચ્ચે

અટલ સમાચાર,વાવ

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. આજે બાલુત્રી માઇનોર કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડું પડતાં બે એકર જીરાના પાક ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઇ સ્થાનિક ખેડૂતને માટે આભ ફાટી પડ્યાની સ્થિતિ ઉભી થઇ છે ગાબડાંથી વારંવાર ખેડૂતોને મોટું નુકશાન થઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@વાવ: ભ્રષ્ટાચારનું ગાબડું, બે એકરમાં કૃષિ ઉપજ સંકટ વચ્ચે

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાંથી પસાર થતી બાલુત્રી માઇનોર કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યુ છે. બાલુત્રી માઇનોર કેનાલની બાજુમાં આવેલા કનાભાઇ વજીરના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યુ હતુ. કનાભાઇએ બે એકરમાં વાવેતર કરેલ જીરાનો પાક પણ પાણીમાં ગરકાવ થઇ જતાં મોટા નુકશાની ભિતી સેવાઇ રહી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનાવેલી કેનાલોમાં છાશવારે ગાબડાં પડી રહ્યા છે.