બ્રેકિંગ@વાવ: તલાટીએ માંગી ટકાવારી, વિડીયોથી થઇ શકે મોટી કાર્યવાહી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) વાવ તાલુકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી રહ્યો હોવાની વાતમાં વધુ મજબૂતાઇ આવી છે. બાંધકામ જોઈ કોન્ટ્રાક્ટર પાસે તલાટી ટકાવારી માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. અન્ય તલાટીઓ 7થી 8 ટકા લેતાં હોય પરંતુ હું માત્ર 5 ટકા જ લઈને સંતોષ માનું હોવાનું તલાટી સતિષ જણાવી રહ્યો છે. જેનાથી તાલુકાથી માંડી જિલ્લા
 
બ્રેકિંગ@વાવ: તલાટીએ માંગી ટકાવારી, વિડીયોથી થઇ શકે મોટી કાર્યવાહી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી રહ્યો હોવાની વાતમાં વધુ મજબૂતાઇ આવી છે. બાંધકામ જોઈ કોન્ટ્રાક્ટર પાસે તલાટી ટકાવારી માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. અન્ય તલાટીઓ 7થી 8 ટકા લેતાં હોય પરંતુ હું માત્ર 5 ટકા જ લઈને સંતોષ માનું હોવાનું તલાટી સતિષ જણાવી રહ્યો છે. જેનાથી તાલુકાથી માંડી જિલ્લા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.વિડીયોને પગલે કાર્યવાહી થઇ શકે તેવી પ્રબળ સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામના તલાટી અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિડીયો આવ્યો છે. જેમાં તલાટી સતિષ દરજી ગામનું સરકારી બાંધકામ ચકાસણી કરવા સ્થળ પર પહોંચે છે. આ દરમ્યાન તલાટી કેટલાક સૂચનો કરતાં કોન્ટ્રાક્ટર પૈસા કાઢી ઓફર કરે છે. ત્યારે તલાટી હિસાબ કરીને રકમ લેવાનો આગ્રહ કરે છે. જોકે કોન્ટ્રાક્ટર કામ સામે ટકાવારી પુછતાં તલાટીનો જે જવાબ આવે છે તેનાથી વાતમાં સૌથી મોટો વળાંક આવે છે. તલાટી પોતાની ટકાવારી ફીક્સ કરે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાતચીતના અંતિમ દોરમાં જાણે પોતે અન્ય તલાટીઓ સામે પ્રામાણિક હોય તેમ ટકાવારી જણાવે છે. અન્ય તલાટીઓ 6 થી 7 ટકા લેતા હોય પરંતુ હું 5 ટકાથી સંતોષ માનું છું. કોન્ટ્રાક્ટર વાતચીતમાં તલાટીની ટકાવારી અને અગાઉ લીધેલી ટકાવારીની વિગતો વિડીયોમાં કેદ કરી લે છે. આ પછી વિડીયો ગપતરીના કલાકોમાં વાયરલ થતાં બનાસકાંઠા જીલ્લા તલાટી આલમમાં ચકચાર મચી ગઇ છે. સ્થળ ઉપરના વિડીયો સિવાય તલાટી અન્ય એક સ્થળે પણ હિસાબ કરી ટકાવારી લઇ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે.

શું થઇ શકે કાર્યવાહી ?

વિડીયોમાં તલાટી ટકાવારી લેતા હોવાનું ગર્વભેર સ્વિકાર કરે છે. આ સાથે રાજ્યભરના તલાટીઓ પણ ટકાવારી લેતા હોવાનો સંગીન આક્ષેપ કરે છે. આવી સ્થિતિમાં પ્રથમ દ્રષ્ટિ પુરાવો ગણી જીલ્લા પંચાયત વહીવટી કાર્યવાહી કરી શકે છે. જેમાં ભાટવર ગામના તલાટી સતીષ દરજીને કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો માંગી શકે છે. જેમાં વિડીયો મક્કમ પુરાવો હોવાથી તલાટીના જવાબ પછી ટીડીઓના અભિપ્રાયથી ડીડીઓ ખાતાકીય તપાસ સહિતની કાર્યવાહી કરી શકે છે.

બ્રેકિંગ@વાવ: તલાટીએ માંગી ટકાવારી, વિડીયોથી થઇ શકે મોટી કાર્યવાહી

તલાટીઓ સામેની ટીપ્પણીથી જીલ્લા મંડળ પ્રમુખ ખફા

સમગ્ર વિડીયોમાં તલાટી દરજી પોતાની ટકાવારી સાથે-સાથે અન્ય તલાટીઓ પણ પાંચ ટકા લેતાં હોવાની ટીપ્પણી કરે છે. જેની સામે બનાસકાંઠા જીલ્લા તલાટી મંડળના પ્રમુખે જણાવ્યુ હતુ કે, આક્ષેપ અને ટીપ્પણી પાયાવિહોણી છે. અમે રૂબરૂ મળીને સમગ્ર બાબતે ચર્ચા કરી અન્ય તલાટીઓની છબી ન ખરડાય તેની મથામણ કરીશુ.