બ્રેકિંગ@વિજાપુર: પૈસા પાછાં આપો નહિ તો ફરિયાદ રદ્દ કરો, ઈસમની ચેલેન્જ

અટલ સમાચાર, મહેસાણા વિજાપુર તાલુકાના ગામોએ ગત દિવસે થયેલી થયેલી કાર્યવાહીમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. ગામનાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ બાદ તેનો વિડીયો આવ્યો છે. જેમાં ઈસમે પૈસા પાછાં આપો નહિ તો ફરિયાદ રદ્દ કરો, કહીને મોટી ચેલેન્જ આપી દીધી છે. વસઈ પોલીસ વિરુદ્ધ લેખિત ગંભીર રજૂઆત બાદ વિડીયો પણ બહાર આવતાં હડકંપ મચી
 
બ્રેકિંગ@વિજાપુર: પૈસા પાછાં આપો નહિ તો ફરિયાદ રદ્દ કરો, ઈસમની ચેલેન્જ

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુર તાલુકાના ગામોએ ગત દિવસે થયેલી થયેલી કાર્યવાહીમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. ગામનાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ બાદ તેનો વિડીયો આવ્યો છે. જેમાં ઈસમે પૈસા પાછાં આપો નહિ તો ફરિયાદ રદ્દ કરો, કહીને મોટી ચેલેન્જ આપી દીધી છે. વસઈ પોલીસ વિરુદ્ધ લેખિત ગંભીર રજૂઆત બાદ વિડીયો પણ બહાર આવતાં હડકંપ મચી ગયો છે. વિડીયોમાં ઈસમની પોલીસ સમક્ષ મોટી ટિપ્પણીથી પંથકમાં ચકચાર ફેલાઇ છે. ઘટનાને પગલે એસપી કચેરી દ્વારા વસઈ પોલીસને વિગતો તૈયાર રાખવા જણાવી દીધું છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા અને વડાસણ ગામોએ પોલીસે લોકડાઉનના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જેમાં વસઈ પોલીસે પૈસા પડાવ્યા હોવાની અત્યંત ગંભીર સવાલો સાથે છેક એસપી અને નાયબ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. આ દરમ્યાન આરોપી ઈસમનો એક વિડીયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં આરોપી ઈસમ પોલીસને મોટી ચેલેન્જ આપે છે. “પૈસા પાછાં આપો નહિ તો ફરિયાદ રદ્દ કરો, બે વસ્તુ એકસાથે ના થાય” કહેતાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની ગઇ છે. સ્થાનિક આગેવાનની આ મુદ્દે લેખિત રજૂઆત સાથે હવે ચોંકાવનારો વિડીયો પણ સામે આવતાં વસઈ પોલીસની પારદર્શકતા સામે આશંકા ઉભી થઇ છે. આ તરફ એસપી કચેરીએ સમગ્ર મામલે ગંભીરતાથી લઈ વસઈ પોલીસ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા‌ મથામણ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન મહેસાણા જિલ્લામાં અનેક ફરિયાદ દાખલ થઇ છે. જોકે ફરિયાદ બાદ પોલીસની ભૂમિકા શંકાસ્પદ બનતી ઘટના સૌપ્રથમ સામે આવી છે. ઉપસરપંચની લેખિત રજૂઆત અને ઇસમનો વિડીયો અનેક બાબતો વિચારવા મજબૂર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વસઈ પોલીસ કેવીરીતે શંકાસ્પદ છબી દૂર કરી શકે તે અત્યંત રસપ્રદ અને મહત્વનું બન્યું છે.