બ્રેકિંગ@વિજયનગર: પોળોના જંગલમાં આવેલ નદીમાં મહેસાણાના 2 યુવકોનું ડૂબી જવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર વિજયનગરના પોળોના જંગલ ખાતે આવેલ હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે હરણાવ નદીમાં ન્હાવા પડેલાં બે યુવકોનું ડૂબી જવાથી મોત થયુ હતુ. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મહેસાણાના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક તરવૈયાઓ દ્રારા તાત્કાલિક મૃતકોની લાશને બહાર કાઢવામાં
 
બ્રેકિંગ@વિજયનગર: પોળોના જંગલમાં આવેલ નદીમાં મહેસાણાના 2 યુવકોનું ડૂબી જવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર

વિજયનગરના પોળોના જંગલ ખાતે આવેલ હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે હરણાવ નદીમાં ન્હાવા પડેલાં બે યુવકોનું ડૂબી જવાથી મોત થયુ હતુ. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મહેસાણાના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક તરવૈયાઓ દ્રારા તાત્કાલિક મૃતકોની લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર સ્થિત પોળોના જંગલોની અત્યારે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતાં હોય છે. આજે બપોરના સમયે પોળોના જંગલોમાં આવેલ હરણાવ નદીમાં ન્હાવા પડેલાં બે યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. ગણતરીની મીનિટોમાં જ બંને યુવકો પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના મોત થયા છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ બંને મૃતક યુવકો મહેસાણા જીલ્લાના સતલાસણાના હોવાનું ખુલ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક તરવૈયાઓએ મૃતકોની લાશને બહાર કાઢતાં વિજયનગર ખાતે લવાયા હતા.