બ્રેકિંગઃ ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી સુધી ઇશ્યૂ કરેલા વિઝા રદ્દ થશે

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસએ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી અથવા તે પહેલાં ઇશ્યૂ કરેલા વિઝા રદ્દ કરી દીધા છે. જાણકારી અનુસાર આગમી સૂચના સુધી ચીની નાગરિકોના વિઝા રદ્દ રહેશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે,
 
બ્રેકિંગઃ ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી સુધી ઇશ્યૂ કરેલા વિઝા રદ્દ થશે

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂકેલા વાયરસએ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. સાવધાનીના ભાગરૂપે ભારત સરકારે ચીની નાગરિકોને 5 ફેબ્રુઆરી અથવા તે પહેલાં ઇશ્યૂ કરેલા વિઝા રદ્દ કરી દીધા છે. જાણકારી અનુસાર આગમી સૂચના સુધી ચીની નાગરિકોના વિઝા રદ્દ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, ‘COVID-19’ (કોરોનાવાયરસ)ની તૈયારી મામલે લાંબા સમય સુધી સમીક્ષા કરવામાં આવી હતી. અલગ-અલગ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારતમાં પ્રવેશ કરતા લોકોના સ્ક્રિનિંગથી લઈને સારવાર સુધીની સુવિધા પુરી પાડવામાં આવશે. તેમણે બીજા એક ટ્વટિમાં લખ્યું કે, “ડરવાની જરૂર નથી. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાના પરંતુ ખૂબ જ મહત્વના ઉપાયો કરો.” બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કોરોનાવાયરસના છ પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.

નોંધનીય છે કે સોમવારે તેલંગાણા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ગૌતમબુદ્ધ નગર (નોઇડા)માં કોરોનાવાયરસના મામલા સામે આવ્યા છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાવાયરસ સામે લડવા માટેની તૈયારી અંગે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી.