બ્રેકિંગ@વિસનગરઃ કોરોના વચ્ચે વાવાઝોડાની આફત, માવઠું પડ્યું

અટલ સમાચાર,વિસનગર(કિરણબેન ઠાકોર) ગુજરાતમાં કોરોનાએ તબાહી મચાવી છે. ગઇકાલે 24 કલાકમાં 391 કેસ સામે આવ્યા છે. આ સાથે 28 લોકોના મોત થયા છે. અને સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાબવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતમાં લાંબા સમય બાદ સોમવારે પવન સાથે માવઠું જામ્યું છે. વરસાદને પગલે ખેડુતોના પાકને નુકશાનની ભીતી છેવાઇ છે. અત્યારે ખેડૂતના ખેતરમાં
 
બ્રેકિંગ@વિસનગરઃ કોરોના વચ્ચે વાવાઝોડાની આફત, માવઠું પડ્યું

અટલ સમાચાર,વિસનગર(કિરણબેન ઠાકોર)

ગુજરાતમાં કોરોનાએ તબાહી મચાવી છે. ગઇકાલે 24 કલાકમાં 391 કેસ સામે આવ્યા છે. આ સાથે 28 લોકોના મોત
થયા છે. અને સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાબવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતમાં લાંબા સમય બાદ સોમવારે પવન સાથે માવઠું જામ્યું છે. વરસાદને પગલે ખેડુતોના પાકને નુકશાનની ભીતી છેવાઇ છે. અત્યારે ખેડૂતના ખેતરમાં જુવાર અને બાજરીના પાકને ભારે નુકશાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. સોમવારે વહેલી સવારથી જ વરસાદે જોર માડ્યું છે. આ સાથે આકરી ગરમીથી રહીશોને હાશકારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામે વહેલી સવારે પવન સાથે વરસાદ પડ્યો છે. આકરી ગરમી અને બફારો હોવાથી વાતાવરણમાં સોમવારે સવારે 3 વાગ્યે પલટો આવ્યો છે. અત્યારે આકાશમાં કાળા વાદળ છવાયેલા છે. એક તરફ ખેડૂતોમાં થોડી ખુશી જોવા મળે છે તો બીજી બાજુ ખેડૂતોના પાકને નુકશાન થાય તેવી ચિંતામાં આવ્યા છે.