બ્રેકિંગ@ડીસા: રેતી ચોરી કરતા 6 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. આજે સવારે ખાનગી વાહનમાં ખાણખનીજે દરોડો પાડ્યો હતો. જેમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા 6 ડમ્પરો ઝડપાઇ ગયા હતા. કાર્યવાહી દરમ્યાન કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે 10લાખનો દંડ પણ ફટકારાયો છે. ખાણ ખનીજ
 
બ્રેકિંગ@ડીસા: રેતી ચોરી કરતા 6 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. આજે સવારે ખાનગી વાહનમાં ખાણખનીજે દરોડો પાડ્યો હતો. જેમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા 6 ડમ્પરો ઝડપાઇ ગયા હતા. કાર્યવાહી દરમ્યાન કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે 10લાખનો દંડ પણ ફટકારાયો છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં ડીસામાં આજે સવારે ખાણખનીજ વિભાગે દરોડો પાડી રેતી ચોરી ઝડપી પાડી છે. ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષી, મેહુલ દવે, વિરેન્દ્રસિંહ સોલંકી અને રોયલ્ટી ઇન્સપેક્ટર શક્તિદાન ગઢવીની ટીમે રેડ કરી હતી. જેમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા 6 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.