બ્રેકિંગ@ઉ.ગુજરાત: એરપોર્ટથી આવે છે શંકાસ્પદોના નામ, મોટી ભૂલનું પરિણામ

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્ર સરકારની ગંભીર બેદરકારીને કારણે આજે દેશભરમાં કોલાહલ મચી ગયો છે. જિલ્લા આરોગ્ય તંત્રએ શોધખોળ કર્યાની સાથે એરપોર્ટ ઓથોરિટી શંકાસ્પદોના નામ આપી રહી છે. વિદેશ જઈ આવેલા વ્યક્તિઓની યાદી તબક્કાવાર આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં વધુ 6 શંકાસ્પદ સામે આવ્યા છે. જોકે ઉત્તર ગુજરાતમાં એકપણ કોરોના પોઝીટીવ નથી છતાં
 
બ્રેકિંગ@ઉ.ગુજરાત: એરપોર્ટથી આવે છે શંકાસ્પદોના નામ, મોટી ભૂલનું પરિણામ

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્ર સરકારની ગંભીર બેદરકારીને કારણે આજે દેશભરમાં કોલાહલ મચી ગયો છે. જિલ્લા આરોગ્ય તંત્રએ શોધખોળ કર્યાની સાથે એરપોર્ટ ઓથોરિટી શંકાસ્પદોના નામ આપી રહી છે. વિદેશ જઈ આવેલા વ્યક્તિઓની યાદી તબક્કાવાર આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં વધુ 6 શંકાસ્પદ સામે આવ્યા છે. જોકે ઉત્તર ગુજરાતમાં એકપણ કોરોના પોઝીટીવ નથી છતાં ચિંતાજનક સ્થિતિ ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 15 જાન્યુઆરીથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતરેલા વ્યક્તિઓની યાદી તૈયાર થઈ રહી છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવો ઘાટ ઘડાયો છે. કોરોના વાયરસના શંકાસ્પદોની એરપોર્ટ ઓથોરિટીએ આરોગ્ય ચકાસણી કરી નહોતી. આથી હવે ભારે ફફડાટ વચ્ચે એરપોર્ટ વાળા વિદેશ જઈ આવેલા વ્યક્તિઓની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લા તંત્રને આપી રહ્યા છે. જેનાથી ઉત્તર ગુજરાતમાં શંકાસ્પદોની સંખ્યા અટકવાનું નામ લેતી નથી. ગઈકાલે જ બનાસકાંઠામાં 6 સહિત સરેરાશ 10 નામો દાખલ થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન સહિતના દેશોમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે સરેરાશ 15 લાખ લોકો વિદેશની મુલાકાત લઈ ભારતમાં આવી ગયા છે. આથી આ તમામ શંકાસ્પદો ગણાતાં હોઇ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી કોરોના વાયરસ લઈને આવેલા અને અહીં ચેપ લાગ્યો તે સહિતના 900થી વધુ કેસ પોઝીટીવ આવ્યા છે. આથી ઉત્તર ગુજરાતમાં પણ આજની સ્થિતિએ સરેરાશ 400થી વધુ શંકાસ્પદો ક્વોરોન્ટાઈન છે. જોકે પોઝિટિવ કેસ ન હોવાથી રહીશો રાહત અનુભવી રહ્યા છે.