બ્રેકિંગ@ઉ.ગુ: કોરોના વાયરસના ભય વચ્ચે 25 માર્ચે વરસાદની આગાહી

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુલ 13 કેસ પોઝીટીવ આવ્યા છે. આ તરફ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદથી આગાહીથી ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગામી 25 માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@ઉ.ગુ: કોરોના વાયરસના ભય વચ્ચે 25 માર્ચે વરસાદની આગાહી

અટલ સમાચાર, મહેસાણા 

ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુલ 13 કેસ પોઝીટીવ આવ્યા છે. આ તરફ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદથી આગાહીથી ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગામી 25 માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના કહેર વચ્ચે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 25 માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમા આવશે વાતાવરણમાં પલટો આવનાની શક્યતા રહેલી છે.

બ્રેકિંગ@ઉ.ગુ: કોરોના વાયરસના ભય વચ્ચે 25 માર્ચે વરસાદની આગાહી
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વરસાદ આવે તો કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પર થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના અસર જોવા મળી રહી છે. જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.