બ્રેકિંગ@ઉ.ગુ: વહેલી સવારથી મેઘમહેર વચ્ચે હવામાને કરી હજી 2 દિવસ વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજી બે દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય
 
બ્રેકિંગ@ઉ.ગુ: વહેલી સવારથી મેઘમહેર વચ્ચે હવામાને કરી હજી 2 દિવસ વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે હજી બે દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 80 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ 20 ટકા વરસાદની ઘટ છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઊંઝામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારે હળવા ઝાપટાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ તરફ બનાસકાંઠાના લાખણી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ હજુ પાણી ઓસર્યા નથી. મડાલ અને દેતાસકુવા ગામને જોડતાં રસ્તામાં વરસાદી પાણી ભરાયા. ગામમાં રસ્તો કાચો હોવાથી ટ્રેક્ટર અને કાર ફસાઈ હતી. આ સાથે પાટણ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ અને સરસ્વતીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના અન્ય તાલુકામાં સામાન્ય તો ક્યાંક સાવ નહીવત વરસાદ પડ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વિજયનગરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, હિંમતનગરમાં અડધા ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રાંતિજ, પોશિના, વડાલીમાં નહીવત વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે.