બ્રેકિંગ@ઉ.ગુ: આજે બપોરથી વાવાઝોડાંની 12 કલાક તીવ્ર અસર, 3 ઇંચ સુધી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે રાજ્યમાં હાલ તાઉતે વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. ગઇકાલથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ આવ્યો હતો. આ સાથે મોડીરાત્રે પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. જોકે હવે આગામી 12 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની તીવ્ર અસર રહી
 
બ્રેકિંગ@ઉ.ગુ: આજે બપોરથી વાવાઝોડાંની 12 કલાક તીવ્ર અસર, 3 ઇંચ સુધી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં હાલ તાઉતે વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. ગઇકાલથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ આવ્યો હતો. આ સાથે મોડીરાત્રે પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. જોકે હવે આગામી 12 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની તીવ્ર અસર રહી શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે સવારે પણ વરસાદ આવ્યો હતો. આ વાવાઝોડુ કલાકે 75 કિલોમીટરની ઝડપે બપોરે 12 થી 1ના ગાળામાં મહેસાણા અને પાટણ જીલ્લાની હદમાં પ્રવેશી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેને મહેસાણાના જોટાણા, બેચરાજી તેમજ પાટણના ચાણસ્મા, સમી-શંખેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.

બ્રેકિંગ@ઉ.ગુ: આજે બપોરથી વાવાઝોડાંની 12 કલાક તીવ્ર અસર, 3 ઇંચ સુધી વરસાદની આગાહી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાઉતે વાવાઝોડું મંગળવારે બપોરે 12 થી 1 ના ગાળામાં મહેસાણા અને પાટણ જિલ્લાની હદમાં થઇ ઉત્તર ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. વાવાઝોડું પાટણ થઇને બનાસકાંઠા જીલ્લામાં પ્રવેશ કરશે. આ સાથે આજે રાત્રે 11 થી 12 વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આગાહી મુજબ વાવાઝોડું સતત 12 કલાક ઉત્તર ગુજરાતને ઘમરોળશે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી પણ પડી શકે છે.

બ્રેકિંગ@ઉ.ગુ: આજે બપોરથી વાવાઝોડાંની 12 કલાક તીવ્ર અસર, 3 ઇંચ સુધી વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, ગઇકાલે રાત્રે મહેસાણા પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. આ સાથે ચાણસ્મા, રાધનપુર, મોડાસા, હિંમતનગરમાં પણ વરસાદ આવ્યો હતો. વરસાદ આવતાં જિલ્લામાં ગરમીનું પ્રમાણ ઘટતાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું.