બ્રેકિંગ@ઉ.ગુજરાત: લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો, વરસાદની આગાહી

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે કરેલી આગામી મુજબ આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગાહીને પગલે મહેસાણા,
 
બ્રેકિંગ@ઉ.ગુજરાત: લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો, વરસાદની આગાહી

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે કરેલી આગામી મુજબ આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગાહીને પગલે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડૂતો મુંઝાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી સવારથી પવન ફુંકાઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી વરસાદ આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે બનાસકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી કરેલી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો નિષ્ફળ જઈ રહ્યો છે પણ આવી તેવડી ઋતુને કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધી શકે છે.

બ્રેકિંગ@ઉ.ગુજરાત: લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો, વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસ્વીર

સુત્રોએ જણાવ્યુ હતુ કે,સ્વેટર અને શાલ જે ધોવાઈને માળિયે ચઢી ગયા હતા તે ફરીથી બહાર કાઢવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યુ છે. મોસમ પણ મિસઅન્ડસ્ટેન્ડિંગ કરતુ હોય તેવો ઘાટ ઘડાયો છે. આજે ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ખુબ જ કન્ફ્યુઝીંગ વાતાવરણ છે. અચાનકથી ગઈકાલથી તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

લો પ્રેશરના કારણે હવામાનમાં હાલમાં પલ્ટો

ઉત્તર ગુજરાતમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો પણ ફુંકાયા હતા. આવતીકાલે મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. જ્યારે લઘુત્તમ તાપમાન આવતીકાલે ગગડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેશરના પરિણામ સ્વરૂપે હવામાનમાં હાલમાં પલ્ટો આવ્યો છે.