બ્રેકિંગ@ઉ.ગુ.: થાવર ગુંદરી, ખોડા, શામળાજી સહિતની ચેકપોસ્ટ આજથી બંધ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) રાજ્ય સરકારે રાજ્યમાં આવેલી અલગ અલગ 17 જેટલી આરટીઓ (Regional Transport office) ચેકપોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવાર 20મી નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટો નાબૂદ કરાશે. જેમાં ઉત્તર ગુજરાતની ખોડા, શામળાજી, ગુંદરી સહિતની ચેકપોસ્ટો આજથી બંધ કરી દેવાઈ છે. અને ઓનલાઈન દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરાશે. જેના કારણે અહીંથી પસાર
 
બ્રેકિંગ@ઉ.ગુ.: થાવર ગુંદરી, ખોડા, શામળાજી સહિતની ચેકપોસ્ટ આજથી બંધ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

રાજ્ય સરકારે રાજ્યમાં આવેલી અલગ અલગ 17 જેટલી આરટીઓ (Regional Transport office) ચેકપોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવાર 20મી નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટો નાબૂદ કરાશે. જેમાં ઉત્તર ગુજરાતની ખોડા, શામળાજી, ગુંદરી સહિતની ચેકપોસ્ટો આજથી બંધ કરી દેવાઈ છે. અને ઓનલાઈન દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરાશે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોએ ચેકપોસ્ટો પર ઉભા રહેવું નહીં પડે. આનાથી ઇંધણની પણ બચત થશે. ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતિ કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઇન કરવામાં આવશે. એટલે કે આ રકમ સીધી જ માલિકના ખાતામાંથી કપાઈ જશે.

રાજ્યની અલગ અલગ 17 આરટીઓ ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હોવાને લીધે, વાહન વ્યવહાર વિભાગે ચેકપોસ્ટોને નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની કરવાની વ્યવસ્થા ગોઠવી છે. ચેકપોસ્ટો પર તહેનાત સ્ટાફ અને તેના મળતિયાઓ મોટાપાયે ગેરરીતિ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે. આ દરમિયાન ઇંધણનો પણ વ્યય થતો હતો. રાજ્યની તમામ ચેકપોસ્ટો 24 કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફને તહેનાત કરવો પડતો હતો.

મળતી માહિતી પ્રમાણે ચેકપોસ્ટ નાબૂદ કર્યા બાદ જો કોઈ વાહન ઓવરલોડ જણાશે અથવા નિયમ ભંગ કરતું જણાશે કે પછી ટેક્સની રકમ બાકી હશે તો દંડ કે ટેક્સની રકમ સીધી વાહન માલિકોના ખાતામાંથી જ કપાઈ જશે. દંડ નહીં ભરવાના કેસોને પકડવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે, જે રસ્તા પર ચેકિંગ કરશે. જો કોઈ વાહન ચાલકે ઓનલાઇન દંડ નહીં ભર્યો હોય તો તેની પાસેથી પેનલ્ટી સાથે રકમ વસૂલ કરવામાં આવશે. હાલ ચેકપોસ્ટો પર જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમાંથી પ્રામાણિક કર્મચારીઓને ફ્લાઇંડ સ્ક્વોડમાં મૂકવામાં આવશે. જ્યારે અન્ય કર્મચારીઓને બીજી કચેરીઓમાં પોસ્ટિંગ આપવામાં આવશે.