બ્રેકિંગ@ઉ.ગુજરાત: કોરોનાનાં ભય વચ્ચે વાતાવરણમાં ઉથલપાથલ, વરસાદી ફોરાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસ ના હાહાકાર વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં અમુક શહેરોમાં ધીમીધારે વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પંથકના અમુક ગામડાઓમાં વરસાદના છાંટા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. થોડીક મિનિટ આવેલા વરસાદ થી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણામાં વહેલી સવારે બદલાયેલા
 
બ્રેકિંગ@ઉ.ગુજરાત: કોરોનાનાં ભય વચ્ચે વાતાવરણમાં ઉથલપાથલ, વરસાદી ફોરાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસ ના હાહાકાર વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં અમુક શહેરોમાં ધીમીધારે વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પંથકના અમુક ગામડાઓમાં વરસાદના છાંટા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. થોડીક મિનિટ આવેલા વરસાદ થી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણામાં વહેલી સવારે બદલાયેલા વાતાવરણને કારણે વરસાદના છાંટા પડયા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા જિલ્લાના ગોઠવા અને બેચરાજી પંથકમાં વરસાદના છાંટા પડયા હતા. તો પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં અમુક ગામમાં પણ વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોરદાર પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતા મુકાયા છે.