ખળભળાટ@ડીસા: ભાજપમાં મોટો ભડકો, કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં 

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોની આંતરિક નારાજગી ચરમસીમાએ પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિને અંતે 12 નગરસેવકોએ કમિટી ચેરમેન પદેથી રાજીનામાં આપ્યા છે. પ્રમુખ સહિતના વિરૂધ્ધ ભારે રોષને પગલે સત્તાધિન નગરસેવકોએ રાજીનામાનું શસ્ત્ર ઉગામી દેતાં ખળભળાટ મચી ગયો છે. શિસ્તબધ્ધ પાર્ટીની છાપ વચ્ચે કોર્પોરેટરોએ આપેલા રાજીનામાંથી કોંગ્રેસ ગેલમાં આવી ગઇ
 
ખળભળાટ@ડીસા: ભાજપમાં મોટો ભડકો, કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં 

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

ડીસા પાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકોની આંતરિક નારાજગી ચરમસીમાએ પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિને અંતે 12 નગરસેવકોએ કમિટી ચેરમેન પદેથી રાજીનામાં આપ્યા છે. પ્રમુખ સહિતના વિરૂધ્ધ ભારે રોષને પગલે સત્તાધિન નગરસેવકોએ રાજીનામાનું શસ્ત્ર ઉગામી દેતાં ખળભળાટ મચી ગયો છે. શિસ્તબધ્ધ પાર્ટીની છાપ વચ્ચે કોર્પોરેટરોએ આપેલા રાજીનામાંથી કોંગ્રેસ ગેલમાં આવી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની ડીસા નગરપાલિકામાં સત્તારૂઢ ભાજપી નગરસેવકોને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચુંટાયેલા નગરસેવકો પૈકી ચેરમેન પદેથી રાજીનામાં અપાયા છે. ભાજપના કુલ 12 નગરસેવકોએ પ્રમુખ સામેની નારાજગીને પગલે રાજીનામું ધરી દેતાં સમગ્ર પંથકમાં રાજકીય ભુકંપ જેવી સ્થિતિ ઉભી થઇ છે. ડીસા પાલિકામાં ભાજપની આંતરિક નારાજગીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભડકો હોવાનું મનાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિવિધ કમિટીના ચેરમેન પદે રહેલા ભાજપી નગરસેવકો પ્રમુખની કાર્યશૈલીથી વિરોધમાં ચાલી રહ્યા છે. જેમાં કેટલાક દિવસો અગાઉ ચિન્ગારી પ્રગટ્યા બાદ સ્થાનિક ધારાસભ્યએ મથામણ કરી હતી. જોકે પ્રમુખ અને સભ્યો વચ્ચે સંતોષકારક સમાધાન નહિ આવતા રાજીનામાં ધરી દીધા છે. જેનાથી ડીસા શહેરમાં ભાજપની સ્થિતિ કફોડી બની હોઇ દોડધામ મચી ગઇ છે.