બજેટ@2019 : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર, જાણો બજેટ વિશેષ

અટલ સમાચાર, ડેસ્ક નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019નું પ્રથમ પૂર્ણ બજેટ સંસદ ભવનમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ‘વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે’. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યુ ઇન્ડીયા પર ભાર મુક્યો છે.
 
બજેટ@2019 : ઘર ખરીદનારાઓ માટે ખુશખબર, જાણો બજેટ વિશેષ

અટલ સમાચાર, ડેસ્ક

નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019નું પ્રથમ પૂર્ણ બજેટ સંસદ ભવનમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ‘વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે’. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યુ ઇન્ડીયા પર ભાર મુક્યો છે. દેશનો દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ 6ઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં દરેક લક્ષ્યને પુરો કરશે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું. અનાજ એક્સપોર્ટ માટે 10 સૂત્રીય યોજના બની છે. તેમાં આયુષ્માન ભારત, વોટર મેનેજમેંટ, સ્વચ્છ ભારત, નદીઓની સફાઇ સામેલ છે. આ અંગે વડાપ્રધાન મોદીએ બજેટ ન્યુ ઈન્ડીયાને સહાય કરનારુ બનશે તેમ કહી નાણા મંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મધ્યમવર્ગના લોકોને આનંદ આપનાર જાહેરાત

મધ્યમવર્ગ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદવા પર વધારાની 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. એટલે કે 3.5 લાખ રૂપિયા સુધી નવું ઘર ખરીદવા પર ફાયદો થશે. આ ઉપરાંત 2.5 લાખ રૂપિયા સુધીના ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ છૂટ આપવામાં આવશે.

મહિલા ઉત્થાનને ગતિ મળશે

મહિલાઓ માટે મોદી સરકારે અલગથી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓના વિકાસ વિના દેશનો વિકાસ થઇ ન શકે. નાણામંત્રીએ જાહેરાત કરી છે જે જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્વા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. વિજળીને લઇને તેમણે કહ્યું કે અમારી સરકારે 36 કરોડ LED બલ્બ વહેંચ્યા છે, તેના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયાની વાર્ષિક બચત થઇ છે. મોટાપાયે રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે.

સોનુ, પેટ્રોલ, ડીઝલ, તમાકું બધુ મોંઘુ થશે

સોના પર ચાર્જ 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તમાકુ પર પણ વધારાનો ચાર્જ લગાવવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવાયો છે જેથી પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે.

વધુ આવક મેળવનારાઓને ટેક્સ વધુ ટેક્સ આપવો પડશે

ભારત સરકારે વધુ કમાણી કરનારાઓ ઉપર ટેક્સનું ભારણ વધારી દીધું છે. હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરનારાઓ પર 3 ટકા વધારાનો ટેક્સ લાગશે. સાથે 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી પર 7 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે.

હવે આધારકાર્ડથી પણ ટેક્સ ચૂકવી શકાશે

હવે આધાર કાર્ડ વડે પણ લોકો પોતાનો ટેક્સ ભરી શકશે. એટલે કે હવે પાનકાર્ડ જરૂરી નથી. પેન અને આધાર કાર્ડ દ્વારા કામ થઇ જશે.

એનઆરઆઈ માટે મોટી જાહેરાત

વિદેશમાં વસતા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRI ને ભારત આવતાં જ આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે. સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂર નથી. અમારી સરકારો ટાર્ગેટ છે કે 17 પર્યટન સ્થળોને વિશ્વ સ્તરના બનાવવામાં આવશે. અત્યાર સુધી અમારી સરકારે 4 લાખ કરોડનું દેવૂ વસૂલ કર્યું છે. દેશમાં આર્થિક સુધારા પર ભાર મુકવામાં આવશે. સુધારા ભાવ પર NPA ને પરત લેવામાં આવ્યો છે. દેશમાં ક્રેબિટ ગ્રોથ 13 ટકાથી ઉપર ગયો છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે ક્રેડિટને વધારવા માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને 70 હજાર કરોડૅ રૂપિયા પુરા પાડવામાં આવશે. સુધારા દ્વારા બેંકોનો NPA છે. અમે બેંકિંગના બધા દરવાજા સુધી પહોંચડશે.

સ્ટેન્ડ અપ ઇન્ડીયા હેઠળ દરેકને મળશે લાભ

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સ્ટેન્ડઅપ ઇન્ડીયા સ્કીમ હેઠળ મહિલાઓ, ST-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં 125000 કિમી રોડ બનાવવામાં આવશે, તેના માટે 80 હજાર 250 કરોડ રૂપિયા કરવામાં આવશે.

અધ્યન કાર્યક્રમની જાહેરાત

રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેંદ્વ બનાવવામાં આવશે. સાથે જ ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવશે. અમારું લક્ષ્ય ઓનલાઇન કોર્સને પ્રોત્સાહન આપવા પર છે. દેશમાં ‘અધ્યક્ષ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, તેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને ભારત બોલાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે અલગથી કાયદાનો ડ્રાફ રજૂ કરવામાં આવશે.

ઘરનું ઘર આપવા સરકારનો ઉદ્દેશ

નાણામંત્રીએ કહ્યું કે અત્યાર સુધી 26 લાખ ઘરો બની ચૂક્યા છે, 24 લાખ ઘર આપવામાં આવ્યા છે. અમારો ટાર્ગેટ 2022 સુધી દરેકને ઘર આપવાનો છે. 95 ટકાથી વધુ શહેરોને ODF જાહેર કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોને ફોનમાં સ્વચ્છ ભારત એપ છે. દેશમાં 1.95 કરોડ ઘર આપવાનું લક્ષ્ય છે.

સફાઇ અને ગામડાઓ પર સરકારનું જોર

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કર્યું છે. 5.6 લાખ ગામડા આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી 2 કરોડ લોકોએ ડિજિટલ રૂપથી સાક્ષાર બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ-શહેરી અંતરને ઘટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.

જળના ક્ષેત્રમાં આવશે ક્રાંતિ

પાણી માટે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. પાણીના પુરવઠાના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. તેના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 સુધી દરેક ઘરે પાણી પહોંચાડવાનો લક્ષ્ય છે.

કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના પ્રયાસો

પોતાના ભાષણમાં નાણા મંત્રીએ સ્ફૂર્તિ દ્વારા દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 ટેક્નોલોજી બિઝનેસ ઇંક્યૂબેટર સ્થાપિત કરવામાં આવશે, તેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હવે રોકાણ વધારવામાં આવશે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંઘ બનશે, દાળોના મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. આ સાથે જ ડેરીના કામોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. દેશના ખેડૂતોને તેના પાકના યોગ્ય ભાવ આપવાનું અમારું લક્ષ્ય છે.

ગ્રામીણ ભારત પર રહેશે સરકારનું ફોકસ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મહાત્મા ગાંધીનો વિચાર હતો કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે, અમારી સરકાર પોતાની દરેક યોજનામાં અંતોદયને પ્રોત્સાહન આપવા જઇ રહી છે. અમારી સરકારનું કેંદ્વ બિંદુ ગામડા, ખેડૂત અને ગરીબ છે. અમારો ટાર્ગેટ છે કે 2022 સુધી દરેક ગામમાં વિજળી પહોંચાડીશું. ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના દ્વારા દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે.

FDI ને લઇને મોટી જાહેરાત

મીડિયામાં પણ વિદેશી રોકાણની સીમા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં વિકસ્યો છે. અમારી સરકાર આ તાકાતને વધારવા માંગે છે અને સેટેલાઇટ લોન્ચ કરવાને ક્ષમતાને વધારવામાં આવશે.

નાના દુકાનદારોને પેન્શન

નાણામંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેંશન આપવામાં આવશે, સાથે જ માત્ર 59 મિનિટમાં દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધુ નાના દુકાનદારોને મળી શકશે. અમારી સરકાર આ સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર પણ આગળ વધી શકે છે.

રેલવેના વિકાસના પ્રયાસો

નાણામંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનુ છે. અમારી સરકારનું આગામી લક્ષ્ય જળમાર્ગને પ્રોત્સાહન આપવાનું છે. સાથે જ વન નેશન, વન ગ્રીડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેની બ્લ્યૂપ્રિંટ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે સાથે જ જાહેરાત કરવામાં આવી કે સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારી પર ભાર મુકી રહી છે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગૂ કરવામાં આવશે. રેલવેના માળખા માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે.

ઓટો સેક્ટર માટે  જાહેરાત
ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી છૂટની જાહેરાત, ઇલેક્ટ્રિક વાહની ખરીદી પર છૂટ મળશે, ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ઇંસેંટિવ પણ આપવામાં આવશે.