બજેટ@ગુજરાતઃ સરકારે કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષીની કઇ કઇ જોગવાઈઓ કરી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2020 -21 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમા ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઇ કરવામાં આવી છે. સરકારના બજેટમા કરવામા આવેલી કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષી જોગવાઈઓ આ મુજબ છે. ગુજરાત સરકારના બજેટની ખેડૂતલક્ષી અને ખેતી વિકાસની જોગવાઈઓ: પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા એકમ દીઠ 30
 
બજેટ@ગુજરાતઃ સરકારે કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષીની કઇ કઇ જોગવાઈઓ કરી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2020 -21 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમા ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઇ કરવામાં આવી છે. સરકારના બજેટમા કરવામા આવેલી કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષી જોગવાઈઓ આ મુજબ છે.

ગુજરાત સરકારના બજેટની ખેડૂતલક્ષી અને ખેતી વિકાસની જોગવાઈઓ:

પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા એકમ દીઠ 30 હજારની સહાય
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં 300 કરોડની જોગવાઈ
કૃષિ યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઈ
ખેડૂતોને ટ્રેક્ટર તેમજ ઓજારોની ખરીદી માટે સહાય કરાશે
39 હજાર કરોડના કૃષિ ધિરાણ ઉપર શૂન્ય ટકા વ્યાજ
ખેતરમાં ગોડાઉન માટે 30 હજારની ખેડૂતોને સહાય અપાશે
ખેડૂતોને ટ્રેકટર માટે 235 કરોડની સહાય અપાશે
ખેડૂતને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે NA નહી કરાવવું પડે
ખેડૂતોને ટ્રેકટર માટે 32 હજારની સહાય અપાશે
ગાય આધારિત ખેતી માટે દર વર્ષે 10 હજારની સહાય
એક ગાય દીઠ મહીને 900 રૂપિયા સહાય અપાશે
ગાય દીઠ ખેતી માટે 50 કરોડની જોગવાઈ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાડમ, કેરી જેવા ફળોને માર્કેટ માટે 75 હજારથી એક લાખની સહાય
ખેડૂતોને હળવા કરવા વાહનની ખરીદી માટે 50થી 75 હજાર સુધીની સહાય
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ માટે 1 હજાર કરોડ
પાક વીમાનુ પ્રિમિયમ ભરવા માટે 1190 કરોડની જોગવાઈ
કૃષિ અને વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ
ગોડાઉન-સ્ટોરેજ સ્ટ્રક્ચર માટે 300 કરોડની જોગવાઈ
સ્ટ્રક્ટરના એકમ દીઠ સરકાર 30 હજારની સહાય કરશે
સૌની યોજનાના બીજા તબક્કામાં વધારાના 1,710 કરોડની નવી જોગવાઈ
ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ 72 કરોડની જોગવાઈ
કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
ખેડૂતોને પાક વીમાનું પ્રિમિયમ ભરવા 1190 કરોડની જોગવાઈ
એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંસોધન માટે 750 કરોડની જોગવાઈ