બજેટ@ગુજરાત: સ્ટીકર લગાવી ખેડૂતોના આત્મહત્યાના કારણો છુપાવી દીધા

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં મોટો છબરડો સામે આવ્યો છે. કયા કારણસર ખેડૂતોએ આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે હાલ તો સરકારે ગૃહમાં જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ હોય છે.
 
બજેટ@ગુજરાત: સ્ટીકર લગાવી ખેડૂતોના આત્મહત્યાના કારણો છુપાવી દીધા

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં મોટો છબરડો સામે આવ્યો છે. કયા કારણસર ખેડૂતોએ આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે હાલ તો સરકારે ગૃહમાં જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ હોય છે. તેમજ સ્ટીકર લગાવીને સરકારે ઓછા વરસાદનું કારણ દર્શાવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભમાં જ સરકારનો મોટો છબરડો બહાર આવ્યો છે. બજેટ સત્રમાં કોંગ્રેસે ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પૂછાયો હતો. રાજ્યના ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કયા કારણસર આત્મહત્યા કરી તેવા તમામ પ્રશ્નોના જવાબ પર સ્ટીકર મારવાની ફરજ પડી હતી. સ્ટીકર પર સરકારનો જવાબ આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ અલગ હોઈ શકે તેવું જણાવ્યું છે. જ્યારે કે, સ્ટીકરની નીચે છપાયેલા જવાબમાં પાક નિષ્ફળ અને ઓછા વરસાદ દર્શાવાયું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અધિકારીઓના સાચા જવાબને સરકારે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે સાચા કારણો બહાર ન આવે તે પ્રકારનો પ્રયાસ છે તે સ્પષ્ટ દેખાય છે. સરકાર જવાબો બહાર આવવા દેવા ન માંગતી હોવાથી આવા જવાબો આપ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા 2 વર્ષમાં 4 ખેડૂતો, જુનાગઢમાં છેલ્લા 2 વર્ષમાં 3 ખેડૂતો, પોરબંદર અને સાંબરકાંઠામાં એક-એક ખેડૂતો, સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતો અને અમરેલી જિલ્લામાં પણ 2 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.