બજેટ@ગુજરાત: કૃષિ માટે 27,423 જ્યારે શિક્ષણ માટે 31,955 કરોડની જોગવાઇ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. નાણા મંત્રી નીતિનભાઇ પટેલ ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. આ અગાઉ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારની ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જાહેરાત કરવામાં આવી. સરકારે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 753 કરોડ ફાળવ્યાં છે. નિરાધાર વૃદ્ધ પેન્શન
 
બજેટ@ગુજરાત: કૃષિ માટે 27,423 જ્યારે શિક્ષણ માટે 31,955 કરોડની જોગવાઇ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. નાણા મંત્રી નીતિનભાઇ પટેલ ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. આ અગાઉ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારની ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જાહેરાત કરવામાં આવી. સરકારે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 753 કરોડ ફાળવ્યાં છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે 117 કરોડની ફાળવણી કરાય છે. જ્યારે માનસિક દિવ્યાંગને માસિક રૂપિયા 600થી વધારીને 1000 રૂપિયા સહાય કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર વિધાનસભામાં હાલ બજેટ સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. નાણામંત્રી નીતિન પટેલે પાલક માતા-પિતા યોજના માટે 50 કરોડ, જ્યારે જૂનાગઢ-રાજકોટમાં નવા ચિલ્ડ્રન હોમ્સ માટે 6 કરોડ, બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યાં છે. પત્રકારોને કુદરતી મોતના કિસ્સામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. કુદરતી અવસાનના કિસ્સામાં 1લાખનું વીમા કવચ જ્યારે વકીલોને વેલ્ફેર માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતો માટે સરકારે નવી યોજનાની જાહેરાત કરી

સરકાર દ્વારા બજેટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા સહાય આપવામાં આવશે. એકમ દીઠ 30 હજાર સહાયની યોજના કરવામાં આવશે. ખેડૂતોએ આ બાંધકામ માટે એને લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને ટ્રેકટર તેમજ ઓજારોની ખરીદી માટે સહાય કરવામાં આવશે. 39,000 કરોડના કૃષિ ધિરાણ ઉપર શૂન્ય ટકા વ્યાજ છે. પાકવીમા યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતની લાગણી સ્વીકારી છે.

કુદરતી આફતોથી પાકને નુકસાન માટે ખેતરમાં ગોડાઉન બનાવવાની યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. ખેતરમાં ગોડાઉન માટે રૂપિયા 30,000ની સહાય અપાશે. ખેડૂતને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે એનએ નહીં કરાવવું પડે. ખેડૂતોને ટ્રેકટર માટે 32,000 ખેડૂતોને સહાય આપશે. ખેડૂતોને ટ્રેકટર માટે 235 કરોડની સહાય અપાશે. ઓર્ગેનિક ખેત ઉત્પાદન ખેડૂતને વધુ આવક અપાવે છે. એક ગાય દીઠ મહીને 900 રૂપિયા સહાય અપાશે. ગાય આધારિત ખેતી માટે દર વર્ષે 10 હજારની સહાય અપાશે. ગાય દીઠ ખેતી માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પાણી પુરવઠા માટે બજેટમાં રૂપિયા 4317 કરોડની જોગવાઇ

17 લાખ ઘરોમાં પાણીની પાઇપલાઇ માટે રૂપિયા 724 કરોડ ફાળવાયાં છે. નલ સે જળ અભિયાન અંતર્ગત 1000 કરોડના કામ હાથ ધરાશે. સૌરાષ્ટ્ર માટે નાવડા, બોટાદ, ગઢડા માટે 1400 કરોડના કામ થશે. રી યૂઝ વોટર માટે 100 કરોડની જોગવાઇ કરાઇ છે. ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ માટે 240 કરોડ, નવા ચેકડેમ બનાવવા રૂપિયા 366 કરોડની જોગવાઇ અને જ્યારે કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંશોધન માટે 750 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઇ

સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઇ કરાઇ છે. મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય યોજના માટે 1105 કરોડ, આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજના માટે 450 કરોડ, અર્બન હેલ્થ સેન્ટર માટે 80 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં 3 નવી મેડિકલ કોલેજો બનશે. નવસારી, રાજપીપળા, પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે. કોલેજોના નિર્માણ માટે 125 કરોડની જોગવાઇ કરાઇ છે. SSG હોસ્પિટલમાં નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે. 180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે. 108 એમ્બ્યુલન્સ માટે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદાશે. 150 એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઇ કરાય છે. સોલા અમદાવાદ ખાતે લેગ્વેજ પેથોલોજી કોર્ષ શરૂ થશે. સોલા અમદાવાદ ખાતે કોકલીયર ઇમ્પલાન્ટ સેન્ટર કાર્યાન્વિત થશે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડની જોગવાઇ

બજેટમાં જાહેર પરિવહન માટે 895 નવી બસો સેવામાં મુકવામાં આવશે. બસોની ખરીદી માટે રૂપિયા 240 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 7 નવા બસ સ્ટેશન બનાવવા માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અલંગ શીપ રિસાઇક્લિંગ યાર્ડનું આધુનિકરીણ કરાશે. અલંગ શીપ યાર્ડના આધુનિકીકરણ માટે રૂપિયા 715 કરોડની ફાળવણી કરાઇ છે. 70 શિપ રિસાઇક્લિંગ પ્લોટ અપગ્રેડ કરાશે. 15 નવા પ્લોટ બનાવવામાં આવશે.

સ્માર્ટ સિટી માફક સ્માર્ટ ટાઉન બનાવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ સીટી માફક સ્માર્ટ ટાઉન બનાવવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જાહેરાત કરવામાં આવી. સ્માર્ટ ટાઉન બનાવવા રૂપિયા 4544 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નગરપાલિકાઓમાં ફલાય ઓવર બનાવવા માટે 500 કરોડ ફાળવ્યાં છે. ગામડાઓને શહેરોમાં સમાવવા માટે 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે 406 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાની હળવી કરવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગામડાઓના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ફાળવણી કરાય છે. વરસાદી પાણીના નિકાલ પરિવહન માટે રૂપિયા 800 કરોડની ફાળવણી કરાઇ છે. ફાયર સ્ટેશનો માટે આધુનિક સાધનો વસાવવા માટે 106 કરોડની જોગવાઇ કરાય છે.

રાજય સરકારે ખેડૂત પરિવહન માટે યોજનાની જાહેરાત

રાજ્ય સરકારે કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને હળવા વાહનની ખરીદી માટે 50 થી 75 હજાર સુધીની સહાય કરાશે. પ્રથમ તબક્કામાં પાંચ હજાર ખેડૂતોને લાભ આપવાનો લક્ષ્‍યાંક છે. આ યોજના માટે બજેટમાં 30 કરોડની જોગવાઇ કરાય છે.

શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઇ

ડે. સીએમએ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે યોજના બનાવી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એખસલન્સ યોજના બનાવી છે. 500 શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ આપી છે.

પ્રાથમિક શાળાઓમાં 7000 વર્ગખંડોનું બાંધકામ થશે. 7000 વર્ગખંડો માટે 650 કરોડની જોગવાઇ કરાઇ છે. શાળાઓમાં ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરિંગ કરાશે. રિયલ ટાઇમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવાશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 188 કરોડની જોગવાઇ કરાઇ છે. મધ્યાન ભોજન યોજના માટે અન્ન સંગમ યોજના બનાવાઇ છે. અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઇ કરાઇ છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 550 કરોડ, વર્ચ્યુઅલ કલાસરૂમ-જ્ઞાનકુંજ સવલત માટે 125 કરોડ, વ્યારામાં 14 કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન બનશે. કોલેજમાં 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના બનાવાઇ છે. ટેબલેટ યોજના માટે 200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ-મરામત માટે 155 કરોડ ફાળવાયાં છે. સરકારી યુનિવર્સિટીઓના બાંધકામ-ભવન નિર્માણ માટે 246 કરોડ ફાળવાયાં છે. કાછલ-મહુવા, ડેડીયાપાડ, ખેરગામ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થશે. નવી 7 ગ્રાન્ટ ઇન એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ થશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 27423 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને તેને સંલગ્ન પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને પાક વિમાનું પ્રીમિયમ ભરવા 1190 કરોડની જોગવાઇ કરાઇ છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળે તે માટે 1000 કરોડની જોગવાઇ કરાઇ છે.