બજેટ@ભારત: ઘર ખરીદવું સસ્તું , સોના-ચાંદી થશે મોંઘા

અટલ સમાચાર,ડેસ્ક નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. બજેટમાં નાણામંત્રી તરફથી કેટલીય મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. બજેટ ભાષણમાં ટેક્સને લઈ નવી ઘોષણા કરી છે. જે બાદ કેટલીક ચીજોના ભાવ વધશે અને કેટલીક ચીજો સસ્તી થશે. તો અહીં જાણો શું મોંઘું થશે અને શું
 
બજેટ@ભારત: ઘર ખરીદવું સસ્તું , સોના-ચાંદી થશે મોંઘા

અટલ સમાચાર,ડેસ્ક

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. બજેટમાં નાણામંત્રી તરફથી કેટલીય મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. બજેટ ભાષણમાં ટેક્સને લઈ નવી ઘોષણા કરી છે. જે બાદ કેટલીક ચીજોના ભાવ વધશે અને કેટલીક ચીજો સસ્તી થશે. તો અહીં જાણો શું મોંઘું થશે અને શું સસ્તું થશે.

બજેટ 2019માં મુખ્યરૂપે હોમલોનના દરમાં ઘટાડાનું એલાન થયું છે. બજેટ બાદ હોમ લોન સસ્તી થશે, જેનાથી ઘર ખરીદવું સહેલું થશે. બાદમાં ઈલેક્ટ્રિક કાર પણ સસ્તી થશે.

ઈલેક્ટ્રોનિક વાહનોની ખરીદી પર લેવાયેલ લોન પર સરકાર 1.5 લાખ રૂપિયાની કર છૂટ આપશે. વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈથી ઈન્શ્યોરેન્સ સસ્તું થશે. આ ઉપરાંત સાબુ, શેમ્પુ, વાળનું તેલ, ટૂથપેસ્ટ, ડિટરજેન્ટ, વિજળી, ઘરેલૂ સામાન જેમ કે પંખો, લેમ્પ, બેગ, સેનિટરી વિયર, બોટલ, કંટેનર, વાસણ, ગાદલાં, બિસ્તર, ચશ્માની ફ્રેમ, વાંસનાં ફર્નિચર, અગરબત્તી, નમકીન, સૂકાં નારિયેળ, સેનેટરી નેપકિન, ઉન સસ્તાં થશે.

પેટ્રોલ-ડઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 1 રૂપિયા વધારી દેવામાં આવી છે. એવામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થસે. સોના પર ડ્યૂટી 10થી 12.5 ટકા કરવામાં આવી છે. સોનાના ભવ પણ વધશે, ચાંદી અને બીજી ધાતુઓ પર ડ્યૂટી વધારવામાં આવી છે.

સિગરેટ અને તમાકુના ઉત્પાદન પણ આ બજેટ બાદ મોંઘા થઈ જશે. આવક શુલ્કમાં વધારો થવાથી કેટલીય અન્ય ચીજોના ભાવ પણ વધશે. આયાતિત પુસ્તકો પર પાંચ ટકાનો શુલ્ક લાગશે. ઑટો પાર્ટ્સ, સિંથેટિક રબર, પીવીસી, ટાઈલ્સ પણ મોંઘા થઈ જશે. સોના-ચાંદી ઉપરાંત ઑપ્ટિક ફાઈબર, સ્ટેનલેસ ઉત્પાદન, મૂળ ધાતુના ફિટિંગ્સ, ફ્રેમ અને સામાન, એસી, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનોના હોર્ન, સિગરેટ વગેરે મોંઘા થયા છે.