વેપાર@દેશઃ 2021ના નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક રિઝર્વ બેંકે 2021માં આવનારા બેંક હોલિડેઝની યાદી જાહેર કરી દીધી હતી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે નવા વર્ષના પહેલાજ મહિનામાં જાન્યુઆરીમાં બેંકો 14 દિવસ બંધ રહેવાની છે. એમાં ચાર રવિવાર અને બીજો-ચોથો શનિવાર પણ આવી ગયા.2021માં બેંકો કુલ 56 દિવસ બંધ રહેશે. આ 56 દિવસમાં રવિવાર અને શનિવાર પણ આવી
 
વેપાર@દેશઃ 2021ના નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક

રિઝર્વ બેંકે 2021માં આવનારા બેંક હોલિડેઝની યાદી જાહેર કરી દીધી હતી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે નવા વર્ષના પહેલાજ મહિનામાં જાન્યુઆરીમાં બેંકો 14 દિવસ બંધ રહેવાની છે. એમાં ચાર રવિવાર અને બીજો-ચોથો શનિવાર પણ આવી ગયા.2021માં બેંકો કુલ 56 દિવસ બંધ રહેશે. આ 56 દિવસમાં રવિવાર અને શનિવાર પણ આવી જાય છે. આમાંની કેટલીક રજા દેશભરની બેંકોને લાગુ પડે છે જ્યારે કેટલીક રજા જે તે રાજય પૂરતી મર્યાદિત રહેશે. જાન્યુઆરીમાં પાંચ રવિવાર છે, બીજો અને ચોથા શનિવાર ઉપરાંત પ્રજાસત્તાક દિન, મકર સંક્રાન્તિ અને બાકીની રજાઓ જે તે રાજ્ય પૂરતી રહેશે.

જો કે રિઝર્વ બેંકે કહ્યું હતું કે એટીએમ અને મોબાઇલ ફોન બેંકિંગ સુવિધા રજાઓના દિવસે પણ ઉપલબ્ધ રહેશે. જાન્યુઆરીના પહેલા જ દિવસે ન્યૂ યર નિમિત્તે બેંકો બંધ રહેશે. ત્રીજીએ રવિવાર છે. નવમીએ બીજો શનિવાર છે. દસમીએ રવિવાર છે. 14મીએ મકર સંક્રાન્તિ અને પોંગલની રજા છે. 17મીએ રવિવાર છે. 23મીએ ચોથો શનિવાર છે અને 24મીએ રવિવાર છે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની રજા છે. 31મીએ ફરી રવિવાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બાકીની રજાઓ અનુક્રમે મિઝોરમ ઉપરાંત 15 જાન્યુઆરીએ તિલુરવલ્લુવર દિવસની રજા છે, 16 જાન્યુઆરીએ ઉઝાવર થીરુનલની રજા છે. 25 મી જાન્યુઆરીએ ઇમોઇનૂ ઇરતપાની રજા છે. આવી રજાઓ જે તે રાજ્ચ પૂરતી મર્યાદિત રહેશે. આમ પહેલાજ મહિને બેંકો 14 દિવસ બંધ રહેશે. જેમને આ રજાઓ લાગુ પડતી હોય તેમણે પોતપોતાના બેંકના કામ સમયસર પતાવી લેવા એવી સૂચના રિઝર્વ બેંકે આપી હતી.