વેપાર@દેશઃ 2021 પહેલા આ બેંકના ગ્રાહકો માટે આવ્યા ખાસ મહત્વના સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક બેંકના Managing Director & CEO સંજીવ ચઢ્ઢાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે કોવિડ-19 પડાકારો વચ્ચે પૂર્વવર્તી બેન્કોના સફળતાપૂર્વક વિલયનું કામ પૂરું કર્યું છે. અમે એકવાર ફરીથી અમારા તમામ સન્માનિત ગ્રાહકોનું સ્વાગત કરીએ છીએ અને તેમને બેન્ક ઓફ બરોડાની પ્રોડક્ટ્સ તથા ડિજિટલ સોલ્યુશનનો લાભ ઉઠાવવા માટે આગ્રહ કરીએ છીએ.’ અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
વેપાર@દેશઃ 2021 પહેલા આ બેંકના ગ્રાહકો માટે આવ્યા ખાસ મહત્વના સમાચાર

અટલ સમાચાર, ડેસ્ક

બેંકના Managing Director & CEO સંજીવ ચઢ્ઢાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે કોવિડ-19 પડાકારો વચ્ચે પૂર્વવર્તી બેન્કોના સફળતાપૂર્વક વિલયનું કામ પૂરું કર્યું છે. અમે એકવાર ફરીથી અમારા તમામ સન્માનિત ગ્રાહકોનું સ્વાગત કરીએ છીએ અને તેમને બેન્ક ઓફ બરોડાની પ્રોડક્ટ્સ તથા ડિજિટલ સોલ્યુશનનો લાભ ઉઠાવવા માટે આગ્રહ કરીએ છીએ.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિવેદન મુજબ 5 કરોડથી વધુ ગ્રાહકોના બેન્ક ખાતા હવે બેન્ક ઓફ બરોડામાં આવી ગયા છે. આ ઉપરાંત તમામ શાખાઓ, એટીએમ, પીઓએસ મશીનો અને ક્રેડિટ કાર્ડનું એકીકરણ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. બેન્કે કહ્યું કે તમામ ગ્રાહકોની હવે સમગ્ર ભારતમાં કુલ 8248 ડોમેસ્ટિક શાખાઓ, અને 10,318 એટીએમ છે, જે તેમને સંપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ સુધી પૂરેપૂરી પહોંચ પ્રદાન કરશે. તમામ ગ્રાહકોને હવે બેન્કના ડિજિટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે. બેન્કે કહ્યું કે પૂર્વવર્તી બેન્કો દ્વારા ગ્રાહકોને પહેલેથી અપાયેલા ડેબિટ કાર્ડ જ્યાં સુધી કાર્ડની નિર્ધારિત સમય મર્યાદા ખતમ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.