વેપાર@દેશઃ આ બેંકમા નવા મહિનાથી બદલાઈ રહ્યા છે, આ ખાસ નિયમો

અટલ સમાચાર ડેસ્ક નવા નિયમના આધારે ઓટો બિલર હોવા છતાં બેંક તમને પહેલા મેસેજ કરશે અને પછી ગ્રાહકની સહમતિ બાદ ટ્રાન્ઝેક્શનને પૂરા કરાશે.રિઝર્વ બેંકની તરફથી જાહેર કરાયેલા નવા નિયમના આધારે 1 ઓક્ટોબર 2021થી ઓટો ડેબિટના નિયમને લઈને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો ઓટો ડેબિટથી પહેલા મેસેજ કરીને મંજૂરી લઈ શકાશે. નવા
 
વેપાર@દેશઃ આ બેંકમા નવા મહિનાથી બદલાઈ રહ્યા છે, આ ખાસ નિયમો

અટલ સમાચાર ડેસ્ક

નવા નિયમના આધારે ઓટો બિલર હોવા છતાં બેંક તમને પહેલા મેસેજ કરશે અને પછી ગ્રાહકની સહમતિ બાદ ટ્રાન્ઝેક્શનને પૂરા કરાશે.રિઝર્વ બેંકની તરફથી જાહેર કરાયેલા નવા નિયમના આધારે 1 ઓક્ટોબર 2021થી ઓટો ડેબિટના નિયમને લઈને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો ઓટો ડેબિટથી પહેલા મેસેજ કરીને મંજૂરી લઈ શકાશે. નવા નિયમને લઈને HDFC બેંકે નોટિફિકેશન જાહેર કર્યું છે. HDFC બેંક તરફથી ઓટો પે ને લઈને એક સૂચના જાહેર કરાઈ છે. બેંક e-Mandate પ્રોસેસિંગ કે ઓટો ડેબિટ પ્રોસેસિંગને લઈને કોઈ પણ પ્રકારના નિર્દેશને ત્યાં સુધી સ્વીકાર નહીં કરે જ્યા સુધી રિઝર્વ બેંકની ગાઈડલાઈનને અનુરૂપ નહીં હોય, તમે તમારા બેંકના મોબાીલ એપ કે ઈન્ટરનેટ બેંકિંગની મદદથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી લઈને બિલને લિંક કર્યું તો તે કામ નહીં કરે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિઝર્વ બેંકે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગૂ કર્યો છે. પહેલા આ નિયમને 1 એપ્રિલ 2021થી લાગૂ કરવાનો હતો. પછી રિઝર્વ બેંકે તેને 6 મહિના માટે વધારી દીધો હતો. નવા નિયમના લાગૂ થયા બાદ બિલરમાં જે દિવસે ઓટો ડેબિટ થવાનું હશે તેના પહેલા ગ્રાહકને મેસેજ મોકલાશે. જો તે તેને કન્ફર્મ કરે છે તો જ ટ્રાન્ઝેક્શનને પૂરું કરાશે. ઈ મેન્ડેટને લઈને કોમન પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. બેંકે કહ્યું કે તેને નવા નિયમના આઘારે ઈન્ટર્નલ ડેવલપમેન્ટને અપગ્રેડ કરાયું છે. જ્યાં સુધી આ સુવિધા લાઈવ નહીં થાય ત્યાં સુધી બેંક ગ્રાહકોને કેટલીક સુવિધાઓ આપશે.

હાલમાં કોઈ પણ પ્રકારનું સીધું પેમેન્ટ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવી શકે છે. નેટ બેંકિંગની મદદથી ફોન બિલ, ઈલેક્ટ્રીસિટી બીલ, ગેસ બિલ, મોબાઈલ બિલ, ડીટીએચ બિલ, એલપીજી બિલને બિલરમાં એડ કરી શકાય છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ મર્ચન્ટના આધારે પ્લેટફોર્મ સાથે જોડી લેવાયા છે. આ બંને માટે ઓટો પેમેન્ટ સુવિધા શરૂ કરાઈ છે. તે સિવાય વીઝા કાર્ડ પર ઓટો ડેબિટની સુવિધા પણ મળે છે. ઓટો પેની સુવિધા માસ્ટર કાર્ડ, ડાયનર્સ કાર્ડ, રૂપે કાર્ડ પર મળી રહી નથી. જલ્દી આ કાર્ડ પર પણ ઓટો પેની સુવિધા શરૂ કરાશે.