વેપારઃ ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે તેની જાણકારી આપવા માટે કહ્યું છે. એવામાં ફ્લિપકાર્ટ, અમેઝોન જેવી વેબસાઇટ્સને હવે દેશ વિશે જણાવવું પડશે. અટલ સમાચાર આપના
 
વેપારઃ ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે તેની જાણકારી આપવા માટે કહ્યું છે. એવામાં ફ્લિપકાર્ટ, અમેઝોન જેવી વેબસાઇટ્સને હવે દેશ વિશે જણાવવું પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોમર્સ મંત્રાલયે DPIIT એ ઇ-કોમર્સ કંપનીઓને 1 ઓગસ્ટથી આ નિયમનું પાલન કરવાનું હિદાયત આપ્યું છે. એનો અર્થ એ છે કે 1 ઓગસ્ટથી જે પણ ઉત્પાદન આ વેબસાઇટ પર વેચાશે તેમના પર country of origin બતાવવું અનિવાર્ય રહેશે.

જોકે કંપનીઓએ સરકારે પત્ર લખીને આમ કરવા માટે થોડો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે આ નિયમનું પાલન કરવા માટે તેમને થોડો સમય લાગશે. તો આ પગલાંથી ચીની કંપનીઓ અને ઉત્પાદનો વેચનાર વિતરકોને ખૂબ મુશ્કેલી થઇ જશે. આમ એટલા માટે કારણ કે અત્યાર સુધી કંપનીઓને દેશમાં ઉત્પાદન બનાવાના છે તેની જાણકારી આપવાની હોય છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક અધિકારીના અનુસાર ચીનને ચોતરફ ઘેરવાની તૈયારી થઇ ગઇ છે. તેના માટે આર્થિક મોરચા પર ચીનને મોટું નુકસાન પહોંચાડવામાં આવશે. તેના માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તેની સાથે ભારતમાં આવતાં પહેલાં ચીનની કંપનીઓની કડક તપાસ થશે.