બિઝનેસ@મહેસાણા: બાકીમાં 4 લાખના લોખંડના સળિયા મંગાવી લીધાં, વિશ્વાસે વેપારી છેતરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણાના વેપારી સાથે છેતરપિંડીની ચોંકાવનારી ઘટના બની છે. લોખંડ બજારમાં લે-વેચનો ધંધો કરતા એજન્ટે 4 લાખથી વધુની કિંમતનો ઓર્ડર આપ્યો હતો. મહેસાણાના વેપારીએ વિશ્વાસમાં માલ મોકલી આપ્યા બાદ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. જોકે ખૂબ રાહ જોવા છતાં લોખંડના સળિયા વેચ્યાંનુ પેમેન્ટ નહિ મળતાં હરકતમાં આવ્યા હતા. આખરે મૂળ ભાવનગરના
 
બિઝનેસ@મહેસાણા: બાકીમાં 4 લાખના લોખંડના સળિયા મંગાવી લીધાં, વિશ્વાસે વેપારી છેતરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણાના વેપારી સાથે છેતરપિંડીની ચોંકાવનારી ઘટના બની છે. લોખંડ બજારમાં લે-વેચનો ધંધો કરતા એજન્ટે 4 લાખથી વધુની કિંમતનો ઓર્ડર આપ્યો હતો. મહેસાણાના વેપારીએ વિશ્વાસમાં માલ મોકલી આપ્યા બાદ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. જોકે ખૂબ રાહ જોવા છતાં લોખંડના સળિયા વેચ્યાંનુ પેમેન્ટ નહિ મળતાં હરકતમાં આવ્યા હતા. આખરે મૂળ ભાવનગરના અને અમદાવાદ માલ ઉતારી લેનાર એજન્ટ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદ આધારે આરોપી ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બિઝનેસ@મહેસાણા: બાકીમાં 4 લાખના લોખંડના સળિયા મંગાવી લીધાં, વિશ્વાસે વેપારી છેતરાયા

મહેસાણા શહેર નજીક દેદિયાસણ જીઆઇડીસીમાં લોખંડનો વેપાર કરતાં અનિલ પટેલ સાથે ધંધામાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા લોખંડ બજારમાં અવારનવાર આવતાં અને એજન્ટ તરીકે લોખંડનો માલ લે-વેચ કરતાં શૈલેષભાઈ કાળિદાસે 10 ટન લોખંડના સળિયાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મુજબ અનિલ પટેલે છત્રાલ નજીક ફેક્ટરીમાંથી 4 લાખ 33હજારથી વધુના લોખંડના સળિયા બુક કરાવ્યા હતા. જેમાં છત્રાલના વેપારીને ચૂકવણુ કરી માલ ગાડીમાં ભરાવી અમદાવાદ રવાના કરવામાં આવ્યો હતો. આ તરફ શૈલેષ કાળિદાસે લોખંડના સળિયાનો વજન કરાવી રકમ ચૂકવવા સામે બેધ્યાન કર્યું હતું. જોકે વેપારી અનિલ પટેલે ઉઘરાણું ચાલુ રાખતાં એજન્ટ શૈલેશ કાળિદાસે માલ સામે રકમ ચૂકવી ન હોઇ છેવટે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીને લોખંડના વેચાણ સામે રકમ નહિ મળતાં મુંઝવણમાં મૂકાયા હતા. આખરે લોખંડના સળિયા વેચ્યાંના પૈસા નહિ મળતાં શિહોરના શૈલેશ કાળિદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસે આઇપીસી 406 અને 420 મુજબ ગુનો નોંધી છે.