વેપારઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની

અટલ સમાચાર, ડેસ્ક માર્કેટ કેપિટલ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 210 અબજ ડોલર (15 લાખ કરોડ રૂપિયાથી વધારે)ના માર્કેટ કેપ સુધી પહોંચનાર ભારતની પ્રથમ કંપની બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કાચું તેલ, રિફાઇનરી, પેટ્રો રસાયન, રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં
 
વેપારઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની

અટલ સમાચાર, ડેસ્ક

માર્કેટ કેપિટલ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 210 અબજ ડોલર (15 લાખ કરોડ રૂપિયાથી વધારે)ના માર્કેટ કેપ સુધી પહોંચનાર ભારતની પ્રથમ કંપની બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કાચું તેલ, રિફાઇનરી, પેટ્રો રસાયન, રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં કામ કરનારી દેશની પ્રમુખ કંપની છે. દુનિયાભરમાં બજાર મૂલ્યાંકનના હિસાબે રિલાયન્સ 40મી સૌથી મૂલ્યવાન કંપની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર એનએસઈ ઇન્ટ્રા ડે પર ગુરુવારે 2,344.95 રૂપિયાના પોતાના સર્વકાલિન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. કારોબારના અંતમાં 7.29 ટકાના વધારા સાથે 2,319 રૂપિયા પર બંધ થયો હતો. NSE પર ReliancePP ના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી અને તે 1,393.7 રૂપિયાના ઓલ ટાઇમ હાઇ પર બંધ થયો હતો. તેનાથી ઇન્ટ્રા ડે કંપનીનું માર્કેટ કેપ 15.45 લાખ કરોડ રૂપિયા એટલે 210 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે.

બજાર બંધ થવા પર RILનું માર્કેટ કેપ 208.3 અરબ ડોલર હતું. માર્કેટ એનાલિસ્ટના મતે પ્રથમ વખત કોઈ ભારતીય કંપનીએ 200 અબજ ડોલરના માર્કેટ કેપને પાર કર્યું છે. માર્કેટ એનાલિસ્ટના મતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વર્તમાનમાં દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની છે અને તે Exxon Mobil, પેપ્સિકો , SAP, Oracle, Pfizer અને Novartis જેવી કંપનીઓથી આગળ છે. આરઆઈએલ એશિયાની શીર્ષ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે.