વેપારઃ SBIએ શરૂ કરી નવી ATM સર્વિસ, એક WhatsApp મેસેજથી ઘરે કેસ  મળશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ પોતાના ગ્રાહકો માટે નવી એટીએમ સર્વિસ શરૂ કરી છે. આ હેઠળ તમારે માત્ર એસબીઆઈને વોટ્સઅપ મેસેજ અથવા કોલ કરવાનો છે અને એક મોબાઈલ એટીએમ તમારા બતાવેલા લોકેશન પર પહોંચી જશે. એસબીઆઈએ આને ડોરસ્ટેપ એટીએમ સર્વિસ નામ આપ્યું છે. દેશની સૌથી મોટી બેંક આ સુવિધા પોતાના
 

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ પોતાના ગ્રાહકો માટે નવી એટીએમ સર્વિસ શરૂ કરી છે. આ હેઠળ તમારે માત્ર એસબીઆઈને વોટ્સઅપ મેસેજ અથવા કોલ કરવાનો છે અને એક મોબાઈલ એટીએમ તમારા બતાવેલા લોકેશન પર પહોંચી જશે. એસબીઆઈએ આને ડોરસ્ટેપ એટીએમ સર્વિસ નામ આપ્યું છે. દેશની સૌથી મોટી બેંક આ સુવિધા પોતાના ગ્રાહકોને કોરોના વાયરસથી બચાવી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અકબંધ રાખવા માટે શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SBIએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે જુલાઈ 2020થી લાગુ થઈ જશે. એસબીઆઈની મોટાભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેન્કે મેટ્રો સિટીમાં સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને એક મહિનામાં 8 ફ્રી ટ્રાન્જેક્શનની છૂટ આપી છે. તેમાંથી 5 ટ્રાંજેક્શન એસબીઆઈના એટીએમ અને 3 કોઈ પણ અન્ય બેન્કના એટીએમમાંથી કરી શકાશે. નોન-મેટ્રો સિટી માટે આ છૂટ 10 ટ્રાંજેક્શનની કરી દેવામાં આવી છે. તેમાં 5 એસબીઆઈ એટીએમ અને 5 ટ્રાન્જેક્શન કોઈ અન્ય ના એટીએમમાંથી કરી શકાશે.

એસબીઆઈના લખનઉ સર્કિલના ચીફ જનરલ મેનેજર અજયકુમાર ખન્નાએ જણાવ્યું કે, એસબીઆઈ ડોરસ્ટેપ એટીએમ સર્વિસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, લખનઉમાં આ સેવા 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. હવે એસબીઆઈ ગ્રાહકોએ માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો છે અથવા કોલ કરવાનો છે. ત્યારબાદ બધી અમારી જવાબદારી.