વેપારઃ SBIએ આ નવી સુવિધા શરૂ કરી, ATM હોલ્ડર ધ્યાન આપે

અટલ સમાચાર, ડેસ્ક એટીએમ કાર્ડ આજની બેંકિગ સિસ્ટમમાં એક મહત્વની જરૂરીયાત બની ગયું છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ બેંકમાં નવું ખાતું ખોલાવે છે, ત્યારે તેને એટીએમ કાર્ડ આપવામાં આવે છે. એટીએમ કાર્ડથી લોકો કેશ ઉપાડવા ઉપરાંત તેના જરૂરી પોઇન્ટ ઓફ સેલ મશીન, તેમજ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ઘરે
 
વેપારઃ SBIએ આ નવી સુવિધા શરૂ કરી, ATM હોલ્ડર ધ્યાન આપે

અટલ સમાચાર, ડેસ્ક

એટીએમ કાર્ડ આજની બેંકિગ સિસ્ટમમાં એક મહત્વની જરૂરીયાત બની ગયું છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ બેંકમાં નવું ખાતું ખોલાવે છે, ત્યારે તેને એટીએમ કાર્ડ આપવામાં આવે છે. એટીએમ કાર્ડથી લોકો કેશ ઉપાડવા ઉપરાંત તેના જરૂરી પોઇન્ટ ઓફ સેલ મશીન, તેમજ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ઘરે બેઠા એટીએમ કાર્ડને એક્ટિવેટ કરવાની સુવિધા આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમારી બેંકની બ્રાન્ચ અથવા એટીએમ પર કાર્ડને એક્ટિવેટ કરવા માટે જવું પડશે નહીં. તમારે માત્ર એસબીઆઇના ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલ પર લોગિન કરવા 16 ડિજિટનો એટીએમ નંબર હોવો જરૂરી છે. એકવાર લોગિન કર્યા બાદ તમારે ઓનલાઇન ઈબીઆઇ પર ઈ-સર્વિસ ટેબ અંતર્ગત એટીએમ કાર્ડ સેવાનો વિકલ્પ પર જવુ પડશે. ટેબમાં ઘણા વિકલ્પ છે. તમારે એટીએમ કાર્ડ સેવા લિંક પર ક્લિક કરવાનું રહેશે અને તે ટેબને ઓપન કરવી પડશે. તેમાં ખાતાનું સિલેક્ટ કરો જેમાંથી એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હતું. જો તમારી પાસે માત્ર એક ખાતું છે, તો તે પછી તે પહેલાથી સિલેક્ટ થઇ ગયું હશે.

ત્યારબાદ આપેલા ખાલી બોક્સમાં 16 અંકનો એટીએમ કાર્ડ નંબર નાખો અને એક્ટિવેટ કરવા પર ક્લિક કરો.
ત્યારબાદ, તમારા ખાતા પ્રકાર અને શાખા સ્થાન જેવા વિકલ્પોની ચકાસણી કરવા માટે કહેવામાં આવશે. તેની પુષ્ટિ કર્યા બાદ એટીએમ કાર્ડ સફળતાપૂર્વક એક્ટિવેટ કરવામાં આવશે.