વેપારઃ SBIએ કરોડો ગ્રાહકોને સાવધાન કર્યા, નાણા સુરક્ષિત રાખવા આ 4 ટિપ્સને અપનાવા કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ
 
વેપારઃ SBIએ કરોડો ગ્રાહકોને સાવધાન કર્યા, નાણા સુરક્ષિત રાખવા આ 4 ટિપ્સને અપનાવા કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે કોઈ પણ એપના ચક્કરમાં ન પડે. તેનાથી આપને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે આવી એપ લોકોને મિનિટોમાં લોન આપવાના બહાને પોતાના ચક્કરમાં ફસાવી લે છે અને તેમને ઊંચા દરો પર લોન આપે છે. આ એપ લગભગ 35 ટકાના દર પર લોન આપે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત બેંકે કહ્યું કે આપની વ્યક્તિગત માહિતી કોઈની પણ સાથે શૅર ન કરો. આવું કરવાથી ગ્રાહકોના ખાતામાં જમા રકમ ખાલી થઈ શકે છે. બેંકે કહ્યું કે તમે પોતાનું એટીએમ પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપીને ક્યારેય કોઈની સાથે શૅર ન કરે. નોંધનીય છે કે, ઇન્ટ્ન્ટ લોન આપનારી આ એપ પ્રોસેસિંગના નામ પર વધારે ફી વસૂલે છે. નોંધનીય છે કે કેટલાક લોકોએ આર્થિક તંગીને કારણે લૉકડાઉન દરમિયાન લોન લીધી હતી. પરંતુ જ્યારે આ લોકો તેને 7 દિવસની અંદર ચૂકવી ન શક્યા તો તેમની પર ધમકી ભરેલા ફોન આવવા લાગ્યા. તેથી આ પ્રકારની એપથી સાવધાન રહો.

SBIએ ટ્વીટમાં લખ્યું કે કૃપયા અપ્રમાણિક લિંક પર ક્લિક ન કરો. SBI કે કોઈ અન્ય બેંકના જેવું ભળતું નામ રાખનારા એકમને પોતાની ખાતાની વિગતો ન આપો. આપની તમામ નાણાકીય જરૂરિયાતો માટે https://bank.sbi પર જાઓ.

લોન લેતા પહેલા નિયમ અને શરતોનું સારી રીતે અધ્યયન કરો.
– આ ઉપરાંત કોઈ પણ સંદેહજનક લિંક પર ક્લિક કરવાથી બચો.
– ડાઉનલોડ કરતાં પહેલા એપની ઓથેન્ટિસિટી ચેક કરી લો.
– બેંકે કહ્યું કે, પોતાની તમામ નાણાકીય જરૂરિયાતો માટે https://bank.sbi પર જાઓ.