વેપારઃ SBIની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, ખરીદો સસ્તામાં ઘર અને દુકાન

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે સસ્તામાં ઘર, દુકાન અને પ્લોટ્સ ખરીદવાની સ્કીમ લાવી રહી છે. બેંક ટૂંક સમયમાં તેની પાસે રહેલી પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે. અહીં જાણો કેવી રીતે તમે ઉઠાવી શકો છો આ તકનો ફાયદો SBI 30 સપ્ટેમ્બરના મેગા ઈ-ઓક્શન કરવા જઈ રહી છે. આ
 
વેપારઃ SBIની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, ખરીદો સસ્તામાં ઘર અને દુકાન

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે સસ્તામાં ઘર, દુકાન અને પ્લોટ્સ ખરીદવાની સ્કીમ લાવી રહી છે. બેંક ટૂંક સમયમાં તેની પાસે રહેલી પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે. અહીં જાણો કેવી રીતે તમે ઉઠાવી શકો છો આ તકનો ફાયદો SBI 30 સપ્ટેમ્બરના મેગા ઈ-ઓક્શન કરવા જઈ રહી છે. આ ઓક્શનમાં 1000થી વધારે પ્રોપર્ટીને હરાજી માટે મુકવામાં આવશે. તેમાં ઓપન પ્લોટ, રહેણાંક, ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી શામેલ છે. આ તે લોકોની ગીરો સંપત્તિઓ છે, જે બેંકનું દેવુ ચુકવી શક્યા નથી. હવે SBI તેમની મૂડી વસૂલ કરવા માટે આ પ્રોપર્ટીની હરાજી કરશે. આ વાતની જાણકારી બેંકે તેના ટ્વિટર હેન્ડલથી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SBIની વેબસાઇટ પર હાજર વિગતો અનુસાર, બેંક ગીરો/ કોર્ટના આદેશથી જપ્ત કરવામાં આવેલી સ્થિર સંપત્તિની હરાજી કરવામાં આવશે. હરાજીમાં ખુબજ પારદર્શિતાથી કામ કરવામાં આવે છે. બેંક તે તમામ સંબંધિત વિગતોને સામે રાખે છે, જે પ્રોપર્ટીના બિડર્સ માટે આકર્ષક બનાવે. બેંકનું આ પણ કહેવું છે કે, તે સંપત્તિને ફ્રીહોલ્ડ અથવા લીઝહોલ્ડિંગ, માપ, સ્થાન વગેરે સહિત અન્ય જાણકારી પણ હરાજી માટે જાહેર સાર્વજનિક નોટિસમાં આપે છે. હરાજીથી સંબંધિત જાણકારી માટે તમે SBIની કોઇપણ નજીકની શાખામાં સંપર્ક કરી શકો છો. તેના માટે SBI તરફથી ત્યાં કોન્ટેક્ટ પર્સન ઉપલબ્ધ રહેશે. ઈ-હરાજીમાં પ્રોપ્રટી ખરીદનાર વ્યક્તિ હરાજીની પ્રક્રિયા અને સંબંધિત પ્રોપર્ટી વિશે કોઇપણ પ્રકારની જાણકારી મેળવી શકે છે. સાથે જ પ્રોપર્ટીનું નિરીક્ષણ પણ કરી શકે છે.

વેપારઃ SBIની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, ખરીદો સસ્તામાં ઘર અને દુકાન
જાહેરાત