વેપારઃ 1 જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો બદલાઈ રહ્યા છે

અટલ સમાચાર, ડેસ્ક One Nation One Cardની સ્કિમ હેઠળ ભારતીય કંપની RuPay દ્વારા કૉન્ટેક્ટલેસ ક્રિડેટ કાર્ડસ બહાર પાડવામાં આવ્યા હતા. આ કાર્ડ દ્વારા તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને શૉપિંગ મૉલ સુધી ક્યાંય પણ પેમેન્ટ કરી શકો છો. નવા વર્ષની શરૂઆતની સાથે જ હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે.
 
વેપારઃ 1 જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો બદલાઈ રહ્યા છે

અટલ સમાચાર, ડેસ્ક

 One Nation One Cardની સ્કિમ હેઠળ ભારતીય કંપની RuPay દ્વારા કૉન્ટેક્ટલેસ ક્રિડેટ કાર્ડસ બહાર પાડવામાં આવ્યા હતા. આ કાર્ડ દ્વારા તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને શૉપિંગ મૉલ સુધી ક્યાંય પણ પેમેન્ટ કરી શકો છો. નવા વર્ષની શરૂઆતની સાથે જ હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં આરબીઆઈ દ્વારા બદલાવ કરવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરી 2021થી આ નિયમોમાં લાગુ થતા હવે તમે કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વધારે ચુકવણી કરી શકશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવે 1 જાન્યુઆરીથી તમે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાંથી પીન નંબર નાખ્યા વગરના વ્યવહારોમાં 2,000 રૂપિયાના બદલે 5000 રૂપિયા સુધીનું ચુકવણું કરી શકશો. અત્યારે આ લિમિટ 2000 રૂપિયાની છે. કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા કાર્ડધારકને પોતાનું કાર્ડ મશીનમાં સ્વેપ કરાવવાની કે પછી પીન નંબર મૂકીને વ્યવહાર કરવાની ફરજ પડતી નથી. આ કાર્ડમાં એક ચીપ આપવામાં આવે છે જેના દ્વારા તે સુધી રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનિક કાર્ડને મશીન પાસે લઈ જાય તો પેમેન્ટ આપોઆપ થઈ જાય છે.

આવા કાર્ડમાં મશીનને 2-5 સેન્ટિમીટરની રેન્દમાં રાખવામાં આવે તો પેમેન્ટ થઈ શકે છે. એટલે કે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કહેવામાં આવે છે. આ કાર્ડના દ્વારા થતા પેમેન્ટની નાણાકીય મર્યાદા 2000 રૂપિયા પ્રતિદિવસ હતી પરંતુ હવે તેમાં 5000 રૂપિયા પર ટ્રાન્ઝેક્શનની મર્યાદા કરી નાખવામાં આવી છે.