મોંઘવારીઃ હજી કરો ભાવ વધારો કેમ કે જનતા જોડે ઘણા રૂપિયા છે તમને આપી દેશે, આજે ફરી વધ્યા CNGના ભાવ

આ સાથે જ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં તાત્કાલિક અસરથી યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે.
 
money-01-4-

 અટલ સમાચાર, ડેસ્ક


અદાણી ગેસે છેલ્લા ચાર દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. 2 ઓગસ્ટના રોજ કંપનીએ પ્રતિ કિલો સિએનજીના ભાવમાં 1 રૂપિયા 99 પૈસાનો વધારો કર્યો હતો. જે બાદ આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં કંપનીએ વધારો કર્યો છે. આજે અદાણી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયો 49 પૈસાનો ભાવ વધારો કર્યો છે. CNGના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહનચાલકોને ફટકો લાગી રહ્યો છે. આજના ભાવ વધારા બાદ હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મુંબઈ શહેર ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં ગઈકાલે પ્રતિ કિલો રૂ.6નો વધારો કર્યો છે. આ સાથે જ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં તાત્કાલિક અસરથી યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી, સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટરોએ વધતી કિંમતોને કારણે ઔદ્યોગિક પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો છે.

MGLએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારાને કારણે, અમે ખર્ચને આવરી લેવાનો નિર્ણય કર્યો છે." તેથી, અમે CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના છૂટક ભાવમાં 6 રૂપિયાનો વધારો કરીને 86 રૂપિયા (પ્રતિ કિલો) અને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના રિટેલ ભાવમાં 4 રૂપિયાનો વધારો કરીને 52.50 (પ્રતિ યુનિટ) કર્યો છે. અગાઉ CNG 80 રૂપિયા પ્રતિ કિલો અને PNG 48.50 રૂપિયા પ્રતિ યુનિટ સુધી મળતું હતું.