વેપારઃ 20 ડિસેમ્બરે સોના-ચાંદીની કિંમતમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો વધુ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
 

ભારતમાં સોમવારે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સવારે ગોલ્ડ ફ્યૂચરમાં 0.4 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો. આ સાથે સોનું પ્રતિ 10 ગ્રામ 48,575 રૂપિયા હતું. બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 0.45 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો છે. આ સાથે જ 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 61,856 રૂપિયા જોવા મળી હતી. વૈશ્વિક બજાર (Global market)ની વાત કરીએ તો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ચિંતામાં થઈ રહેલા વધારા વચ્ચે સુરક્ષિત માનવામાં આવતી પીળી ધાતુ એટલે કે સોનું 1,800 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર પહોંચ્યું છે. બીજી તરફ અમિક્રોનને પગલે યૂરોપના અમુક ભાગમાં લૉકડાઉન લગાવવામાં આવતા એશિયન બજારમાં આજે કમજોરી સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઘરેલૂ બ્રોકરેજ Geojit તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "શરૂઆતના ટ્રેડિંગમાં સોનાની ચમક યથાવત રહેવાની આશા છે, પરંતુ ઉપરની બાજુએ 1,820 ડૉલરનું સ્તર તૂટવાની સ્થિતિમાં વધારે મજબૂતી જોવા મળશે. નીચેની બાજુએ 1,765 ડૉલરનું સ્તર તૂટશે તો તે કમજોરીનો સંકેત ગણાશે."ગત અઠવાડિયે યૂએસ ડૉલર ઇન્ડેક્સ મજબૂતી સાથે ત્રણ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયો હતો. અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદી 0.1 ટકા મજબૂત થઈને 22.37 ડૉલર પ્રતિ ઔંસ પર હતી. જ્યારે પ્લેટિનિયમ 0.2 ટકા તૂટીને 928.23 ડૉલરના સ્તર પર હતું. ચાંદી અંગે જિયોજિતે કહ્યુ કે, "જો 21.20 ડૉલરનો સપોર્ટ ચાલુ રહે છે તો આ કાઉન્ટરમાં રિકવરી વધવાની આશા છે. જોકે, 22.70 ડૉલર પર સામાન્ય રેજિમેન્ટ જોવા મળી શકે છે."

સમાચાર સંસ્થા રૉયટર્સે જ્વેલર્સના હવાલેથી પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે, "ભારતમાં ઘરેલૂ કિંમતમાં તેજીની આશામાં અમુક બાયર્સ તરફથી ખરીદીને પગલે ગત અઠવાડિયે હાજર સોનાની માંગમાં થોડો સુધારો થયો છે." ડીલર્સ મોટાભાગની ઘરેલું કિંમતો પર 2 ડૉલર પ્રતિ ઔંસનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. સોનાની કિંમત પર 10.75 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા જીએસટી સામેલ છે.