વેપારી@પાટણ: મિલ્કત ઉચાપતની ચીફ ઓફીસર વિરૂધ્ધ જાણવાજોગ, ચકચાર

અટલ સમાચાર, મહેસાણા પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર સહિત બે કર્મચારી સામે પોલીસમાં જાણવાજોગ આપતા ચકચાર મચી ગઇ છે. કેટલાક સમય અગાઉ દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન વેપારીનો માલ-સામાન કબજે કરવામાં આવ્યો હતો. જેની સામે વેપારીએ દંડ રકમ ભરી છોડાવવા અરજી કરવા છતાં સામાન આપયો ન હતો. જેથી માલ-સામાન વેચી નાંણાકીય ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે જાણવાજોગ
 
વેપારી@પાટણ: મિલ્કત ઉચાપતની ચીફ ઓફીસર વિરૂધ્ધ જાણવાજોગ, ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર સહિત બે કર્મચારી સામે પોલીસમાં જાણવાજોગ આપતા ચકચાર મચી ગઇ છે. કેટલાક સમય અગાઉ દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન વેપારીનો માલ-સામાન કબજે કરવામાં આવ્યો હતો. જેની સામે વેપારીએ દંડ રકમ ભરી છોડાવવા અરજી કરવા છતાં સામાન આપયો ન હતો. જેથી માલ-સામાન વેચી નાંણાકીય ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે જાણવાજોગ આપતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

વેપારી@પાટણ: મિલ્કત ઉચાપતની ચીફ ઓફીસર વિરૂધ્ધ જાણવાજોગ, ચકચાર

પાટણ શહેરના જલારામ મંદીર નજીક ગત તા.24-12-2018ના રોજ પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ થઇ હતી. જેમાં વિરકૃપા ફર્નિચર નામની દુકાનની તીજોરી-કબાટ અને લોખંડનો ઘોડો પાલિકા દ્વારા કબજે કરી લેવાયો હતો. આથી વેપારી નરસિંહભાઇ મંગળદાસ પટેલે દંડ ભરવાની તૈયારી સાથે અરજી કરી માલ-સામાન પરત આપવા માંગ કરી હતી. જોકે, પરત નહી મળતા તપાસને અંતે નવિન બાબત સામે આવી હોવાનું જણાવી રહયા છે.

વેપારીએ પાલિકાના ચીફઓફીસર રાધવજી પટેલ અને એસ.આઇ દિનેશ સોલંકી સામે ગંભીર આક્ષેપ કરી માલ-સામાન વેચી નાણાંકીય ઉચાપત આચરી હોવાનું પોલીસને જણાવ્યુ છે. વેપારીની મિલ્કત મેળાપીપણું કરી હરાજી કર્યા વિના તેમના મળતિયાઓને આપી ગુનાહિત કૃત્ય કરી ઉચાપત કરી હોવાની જાણવાજોગ આપી છે. વેપારીની અરજીમાં ઉલ્લેખ છે કે, 8-7-2019ના રોજ આ બાબતે પાલિકામાં રજૂઆત કરવા ગયેલા પરંતુ ઉધ્ધ્તાઇભર્યો અને ધમકીભર્યો જવાબ આપતા પાછા ફર્યા હતા.