આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

માલપુર ગામની યુવતિનું કોઇ કારણસર બે ઇસમોએ જાહેરમાં અપહરણ કરતા ચકચાર મચી ગઇ છે. કારમાં આવેલા બે યુવાનો અને બંન્ને યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. બાદમાં બંન્ને યુવકો યુવતિનું અપહરણ કરી ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ તેજ બનાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના માલપુર ગામની યુવતિ મોડાસા ખાતે કોલેજ કરતી હતી. આજે વહેલી સવારે તે કોલેજ જવા નીકળી ત્યારે બે અજાણ્યા ઇસમો બોલેરો કાર લઇ તેમની પાસે આવ્યા હતા. બંન્ને ઇસમોએ યુવતિનું અપહરણ કરતા બંનેએ હોબાળો મચાવતા ઝપાઝપી થઇ હતી. આ દરમ્યાન એક બાઇકસવારે પણ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંન્ને ઇસમો યુવતિનું અપહરણ કરી અને મોડાસાથી બેરુંડા રોડ તરફ ફરાર થઇ ગયા હતા.

સમગ્ર મામલે યુવતિની બહેનપણીએ જણાવ્યુ હતુ કે, અમો આજે વહેલી સવારે ચાલતા-ચાલતા કોલેજ જઇ રહ્યા હતા. આ દરમ્યાન બોલેરોમાં આવેલા બે અજાણ્યા ઇસમોએ મારી બહેનપણીને ખેંચી હતી જેથી મેં પણ તેને એક હાથે ખેંચી હતી. બાદમાં અમારી વચ્ચે ભારે ઝપાઝપી થઇ હતી. જોકે ત્યાંથી પસાર થતા એક બાઇકસવારે પણ યુવતિ બચાવવા જહેમત કરી હતી. પરંતુ બંન્ને ઇસમો માત આપીને યુવતિનું અપહરણ કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં મોડાસાનાં માલપુર બાયડનાં ધારાસભ્ય જસુભાઇ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. સ્થાનિક પોલીસે આ સ્થળનાં સીસીટીવી ફૂટેજ મેળવી લીધા હતાં. જે બાદ તેઓ યુવતીની શોધખોળ કરે તે પહેલા જ યુવાનો યુવતીને મુકીને ફરાર થઇ ગયા હતાં. જે બાદ યુવતીનાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code