ખળભળાટ@રાધનપુર: ઠાકોરસેના અધ્યક્ષ અલ્પેશની હાર થતાં સામાજીક ગરમાવો ચરમસીમાએ

અટલ સમાચાર,મહેસાણા રાધનપુર વિધાનસભા પેટાચુંટણીમાં ભાજપે ફરી અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે રઘુભાઇ દેસાઇને ટીકીટ આપી હતી. 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ભાજપના અલ્પેશ ઠાકોરની સતત પાછળ ચાલી રહ્યા બાદ 3000થી વધુ મતથી તેમની કારમી હાર થતા સામાજીક
 
ખળભળાટ@રાધનપુર: ઠાકોરસેના અધ્યક્ષ અલ્પેશની હાર થતાં સામાજીક ગરમાવો ચરમસીમાએ

અટલ સમાચાર,મહેસાણા

રાધનપુર વિધાનસભા પેટાચુંટણીમાં ભાજપે ફરી અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે રઘુભાઇ દેસાઇને ટીકીટ આપી હતી. 21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ભાજપના અલ્પેશ ઠાકોરની સતત પાછળ ચાલી રહ્યા બાદ 3000થી વધુ મતથી તેમની કારમી હાર થતા સામાજીક ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. મહત્વનું છે કે, ઠાકોર સમાજના બંને પક્ષપલટુ દિગ્ગ્જ ઉમેદવારોની હાર થઇ છે.

ખળભળાટ@રાધનપુર: ઠાકોરસેના અધ્યક્ષ અલ્પેશની હાર થતાં સામાજીક ગરમાવો ચરમસીમાએ
રધુભાઇ દેસાઇ કોંગ્રેસના ઉમેદવાર

પાટણ જીલ્લાની રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇની જંગી જીત થઇ છે. તો સામે ભાજપના ઉમેદવારને પ્રજાએ નકાર્યા છે. રાધનપુરથી જનતા હંમેશા પક્ષપલટુને જાકારો આપતી રહી હોવાનું આજે ફરી એકવાર સાબિત થયુ છે. મહત્વનું છે કે, સવારથી જ આગળ ચાલી રહેલા કોંગ્રેસના રઘુભાઇની જીત થતાં કાર્યકરોમાં ભારે આનંદ છવાયો છે.

21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની 20 હજારથી વધુ મતોથી જીત થઈ છે. બાકીની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર ચાલી રહી છે. ઠાકોર સમાજના બે દિગ્ગ્જો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર થઇ છે.