પેટાચૂંટણીઃ મોરબીમાં બુથ નંબર 207માં VVPAT બંધ થતા મતદાન ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં આજે વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. મોરબીની બોઇઝ હાઇસ્કુલમાં આવેલા બુથ નંબર 207ની છે જેમાં રૂમ નંબર 3માં વોટિંગ ખોરવાઈ ગયું છે. મતદારો રાહ જોઈને બેઠા છે. કોરોના કાળમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં પણ મતદારો ઉત્સાહભેર વોટિંગમાં ભાગ લઈ રહ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
પેટાચૂંટણીઃ મોરબીમાં બુથ નંબર 207માં VVPAT બંધ થતા મતદાન ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આજે વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. મોરબીની બોઇઝ હાઇસ્કુલમાં આવેલા બુથ નંબર 207ની છે જેમાં રૂમ નંબર 3માં વોટિંગ ખોરવાઈ ગયું છે. મતદારો રાહ જોઈને બેઠા છે. કોરોના કાળમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં પણ મતદારો ઉત્સાહભેર વોટિંગમાં ભાગ લઈ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં સવારથી વિધાનસભાની આઠ બેઠકો મતદાન થઇ રહ્યું છે. ત્યારે થોડા કલાકો પહેલા કરજણનો લોકોને રૂપિયા આપતો એક વીડિયો વાયરલ થયો હતો અને ચૂંટણી પંચે તપાસનાં આદેશ આપ્યા હતા. જ્યારે મોરબીમાં પણ એક વીડિયો વાયરલ થયો છે. ભાજપનાં ધારાસભ્ય મતદારોને સમજાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ સાથે મતદાન મથક નજીક ભાજપની પત્રિકાઓ પણ વહેંચાઇ રહી હતી. જે બાદ કૉંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ.

નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇ ચાલી રહેલ રાજકીયપક્ષ સામ સામે હતા. મોરબીમાં મતદાન પ્રક્રિયામાં કુલ 2,71,464 મતદારો મતદાન કરવાના છે. મહત્વનું છે કે, 2300થી વધુનો પોલીંગ સ્ટાફ સાથે આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કાફલો જે તે બૂથ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આજે મોરબીના 412 બૂથ પર લોકશાહી પર્વ ઉજવાઇ રહ્યું છે.