પેટાચુંટણી@ગુજરાતઃ 11 વાગ્યા સુધી મતદાનના આંકડા, અહીં સૌથી વધુ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણીનું આજે એટલે કે સોમવારની વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે સવારે 8 કલાકથી મતદાનમાં લોકો પોતાના પ્રતિનિધીને ચુંટવા મતદાન બુથો ઉપર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતની 4
 
પેટાચુંટણી@ગુજરાતઃ 11 વાગ્યા સુધી મતદાનના આંકડા, અહીં સૌથી વધુ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણીનું આજે એટલે કે સોમવારની વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે સવારે 8 કલાકથી મતદાનમાં લોકો પોતાના પ્રતિનિધીને ચુંટવા મતદાન બુથો ઉપર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતની 4 બેઠકોની પણ પેટા ચુંટણી હોઈ કાંટે કી ટક્કર છે. રાધનપુર અને બાયડ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોના ભાવિ માટે પણ મહત્વનો આજનો દિવસ બની રહેશે. છ વિધાનસભા મત વિભાગ 20-ખેરાલુ, 8-થરાદ, 50 અમરાઇવાડી, 122 લુણાવાડા, 16 રાધનપુરઅને 32 બાયડ (અરવલ્લી જિલ્લો)ની પેટા ચૂંટણી યોજાઇ રહી છે.

11 કલાક સુધી સૌથી વધુ થરાદમાં

મતદાનને લઈ લોકોનો ઉત્સાહમાં કેટલાક અંશે ઘટાડો જોવા મળે છે. આંકડાની વાત કરીએ તો થરાદમાં 20.19 ટકા, અમરાઇવાડીમાં 8%, ખેરાલુમાં 11.88%, બાયડમાં 8%, રાધનપુરમાં 9 ટકા, લુણાવાડામાં 9 ટકા, રાધનપુરમાં 10 ટકા મતદાન થયું છે. સૌથી વધુ થરાદમાં મતદાન જોવા મળી રહ્યું છે. જોકે, સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું હોવાથી લોકોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ તે બાદ જ જાણવા મળશે.

કાયદો-વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત વિધાનસભાની યોજાઈ રહેલ પેટા ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ બેઠકોના મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.