અભિયાન@બનાસકાંઠાઃ ઘર આંગણે તુલસી ઉગાડવા કવાયત હાથ ધરી

અટલ સમાચાર, દિયોદર( કિશોર નાયક) બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં તુલસીના છોડવા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેથી બનાસકાંઠાની બાયોડાઈવર્સીટી વધુ ગહન બને અને વૈવિધ્યમાં વધારો થાય. ઋષિઓએ વિષનાશક તરીકે પણ તુલસીનો ઠેર ઠેર ઉલ્લેખ કર્યો છે તેમજ જો ઘરના આંગણામાં તુલસી હોય તો હવાથી ફેલાતા રોગ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. તેમજ તુલસી વાતાવરણમાં ઓઝોન
 
અભિયાન@બનાસકાંઠાઃ ઘર આંગણે તુલસી ઉગાડવા કવાયત હાથ ધરી

અટલ સમાચાર, દિયોદર( કિશોર નાયક)

બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં તુલસીના છોડવા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેથી બનાસકાંઠાની બાયોડાઈવર્સીટી વધુ ગહન બને અને વૈવિધ્યમાં વધારો થાય. ઋષિઓએ વિષનાશક તરીકે પણ તુલસીનો ઠેર ઠેર ઉલ્લેખ કર્યો છે તેમજ જો ઘરના આંગણામાં તુલસી હોય તો હવાથી ફેલાતા રોગ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. તેમજ તુલસી વાતાવરણમાં ઓઝોન પેદા કરી પર્યાવરણ સુધારામાં પણ સિંહફાળો આપે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તુલસી નેગેટિવ ઉર્જાનો નાશ કરીને વાતાવરણને પવિત્ર બનાવનાર ઉત્તમ છોડ છે. આ અભિયાનને ઠેર ઠેર બહુ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ સફળતા મળી છે. જે અંતર્ગત અત્યાર સુધી 9 હજાર છોડ વિતરણ થઈ ચૂકયા છે.

અભિયાન@બનાસકાંઠાઃ ઘર આંગણે તુલસી ઉગાડવા કવાયત હાથ ધરી

આ વર્ષે મુકુંદભાઈ પટેલે “ઘર આંગણે તુલસી” અભિયાન ચલાવ્યું છે જેમાં ઠેર ઠેર શ્યામ તુલસી અને વનતુલસી છોડ વિતરણ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે શિહોરીમાં ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવી રહેલ અનિલભાઈ રાવલના સહયોગથી નવાગામ શાળા અને દિયોદરની સરકારી શાળા નંબર 2 એમ બન્ને શાળાઓમાં 700 છોડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઘર આંગણે તુલસી અભિયાનમાં વિતરણ કરવામાં આવ્યુ હતું. વનતુલસી વાયુનાશક છે, અને શ્યામ તુલસી કફનાશક છે, તેનું આયુર્વેદિક મહત્વ ખૂબ ઊંચું છે. અને જો રોજ તેના 2 પાન ખાવામાં આવે તો શરીર અતિ શુદ્ધ અને નિરોગી બને છે.

અભિયાન@બનાસકાંઠાઃ ઘર આંગણે તુલસી ઉગાડવા કવાયત હાથ ધરી

કાર્યક્રમમાં શરૂઆતમાં નવાગામ શાળામાં આચાર્ય વર્ષાબેન અને સ્ટાફ મિત્રોએ અભિયાન અંતર્ગત કુલ 300 છોડ મેળવ્યા હતા. નવાગામ એસએમસી સભ્યો અને ગામના 10 જેટલા આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બધા જ બાળકોએ તુલસી છોડ પોતાના હાથમાં લઈને ધાર્મિક મહત્વ ધરાવતી એવી તુલસી માતાનો જય જયકાર પણ કર્યો હતો. મુકુંદભાઈએ બાળકોને સહજ સરળ ભાષામાં છોડ કેમ વાવવો અને તેની પુરી માવજત કેવી રીતે કરવી એ ડેમો કરીને સમજાવ્યુ હતું. તેમજ ગ્રામજનોને પણ જણાવ્યું હતું કે ખાસ તો નાના બાળકો પર્યાવરણ વિશે જાગૃત થાય અને ભવિષ્યમાં ઉભા થનાર પર્યાવરણલક્ષી સંકટો ટાળી શકાય તેના માટે જ શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ત્યારબાદ સાંજે 4 વાગ્યે દિયોદર શાળા નમ્બર 2 મા 400 બાળકોને તુલસી વિતરણનો લાભ આપવા ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલ વર્ષાબેન રાવલ તથા “ઘર આંગણે તુલસી” અભિયાનના પ્રેરણા સ્ત્રોત એવા મુકુંદભાઈ પટેલ સાથે ગયા હતા. જેમનું પુષ્પ અર્પણ કરીને આચાર્ય ભદ્રસિંહજી રાઠોડ હર્ષભેર સ્વાગત કર્યું હતું. વિતરણ કર્યા બાદ બાળકોને બેસાડીને તુલસી વિશે માહિતી અપાતા કાર્યક્રમના એન્કર એવા શિક્ષક જામાભાઈ પટેલે મુકુંદભાઈનો પર્યાવરણ પ્રેમી તરીકેનો પરિચય આપીને તેમનો અને ઉદય એજ્યુકેશન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.