મહેસાણા-પાટણ-બનાસકાંઠાના ભાજપી સાંસદ ટેન્શનમાં: આ કારણથી નો રીપીટ

અટલ સમાચાર, ગિરીશ જોશી લોકસભા ચૂંટણીના પડઘમની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની દોડધામ ચાલુ છે. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકો ભાજપે જીતેલી લેવાથી સાંસદો ફરી એકવાર ટિકિટ માટે મથી રહ્યા છે. આ તરફ ભાજપ રીપીટ નહીં કરે તેવી સંભાવનાથી સાંસદો ટેન્શનમાં આવ્યા છે. કયા કારણોથી ફેરબદલ…. મહેસાણાના ભાજપી સાંસદ જયશ્રીબેન પટેલનો મતદારો સાથેનો
 
મહેસાણા-પાટણ-બનાસકાંઠાના ભાજપી સાંસદ ટેન્શનમાં: આ કારણથી નો રીપીટ

અટલ સમાચાર, ગિરીશ જોશી

લોકસભા ચૂંટણીના પડઘમની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની દોડધામ ચાલુ છે. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકો ભાજપે જીતેલી લેવાથી સાંસદો ફરી એકવાર ટિકિટ માટે મથી રહ્યા છે. આ તરફ ભાજપ રીપીટ નહીં કરે તેવી સંભાવનાથી સાંસદો ટેન્શનમાં આવ્યા છે. કયા કારણોથી ફેરબદલ….

મહેસાણાના ભાજપી સાંસદ જયશ્રીબેન પટેલનો મતદારો સાથેનો તાલમેલ ખૂબ જ ઓછો છે. આ સાથે દત્તક ગામની સ્થિતિ પણ સુધારી નથી. વિવિધ કામગીરીમાં નિષ્ક્રિયતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સાથે અનામત આંદોલન સહિતના કારણોથી ટિકિટ મળવી મુશ્કેલ છે. આજે ફરી ટિકિટ માટે મૂંઝવણ વધી ગઈ છે.

પાટણના ભાજપી સાંસદ લીલાધર વાઘેલાનો પાર્ટી સાથે અગાઉ થયેલો હઠાગ્રહ, મત વિસ્તારમાં જોવા મળતા નથી તેમજ વધતી ઉંમર સહિતના કારણોસર બીજીવાર ટિકિટ મળે તેમ નથી. આથી વાઘેલા પોતાના માટે અથવા વારસદારો માટે ટિકિટ મેળવવા ધમપછાડા મારી રહ્યા છે.

આ તરફ બનાસકાંઠાના ભાજપી સાંસદ હરિભાઈ ચૌધરી ભલે કદાવર નેતા હોય પરંતુ ટિકિટ સરળ નથી. અગાઉ નાણાકીય કૌભાંડમાં નામ સામે આવ્યા સાથે જમીન પર મતદારો સાથે તાલમેલ ઘટી રહ્યો છે. ટિકિટ મળે તેવા માત્ર બે પોઇન્ટ છે. જેમાં જાતિવાદી સમીકરણ અને હાઈકમાન્ડ સાથે તાાલમેલ. જોકે ઠાકોર સેનાના મતદારો જોતાં રિપીટ થવા ઉપર સવાલ છે.