કાળજી@બેચરાજી: રોગચાળો ડામવા પંચાયત અને આરોગ્ય શાખા એક્શન મોડમાં

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી ગામ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળો ડામવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગામના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. જેથી તાત્કાલિક અસરથી આરોગ્યની કાળજી લેવાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. દિવાળી પૂર્વે મચ્છરોના ઉપદ્રવ ઉપર કાબૂ મેળવતાં રહીશોને હાશકારો થયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી ગામે ચોમાસાં દરમિયાન
 
કાળજી@બેચરાજી: રોગચાળો ડામવા પંચાયત અને આરોગ્ય શાખા એક્શન મોડમાં

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી ગામ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળો ડામવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગામના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. જેથી તાત્કાલિક અસરથી આરોગ્યની કાળજી લેવાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. દિવાળી પૂર્વે મચ્છરોના ઉપદ્રવ ઉપર કાબૂ મેળવતાં રહીશોને હાશકારો થયો છે.

કાળજી@બેચરાજી: રોગચાળો ડામવા પંચાયત અને આરોગ્ય શાખા એક્શન મોડમાં

મહેસાણા જિલ્લાના બેચરાજી ગામે ચોમાસાં દરમિયાન કેટલાક સ્થળોએ પાણી ભરાયેલા રહ્યા હતા. જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં વાઈરલ જન્ય બિમારીના કેસો સામે આવ્યા હતા. આથી બેચરાજી ગ્રામ પંચાયત અને આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી હતી. જેના ભાગરૂપે બેચરાજી ગામમાં ફોગિંગ કરી હવાનું શુધ્ધિકરણ કરી બિમારી ઉપર કાબૂ મેળવવા મથામણ કરી છે.