આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર તાલુકાના સહકારી આલમમાં કેટલાક દિવસોથી કથિત સંબંધ અને પૈસાના ખેલની બહું મોટી ચર્ચા જામી છે. ભાભર ગંજ બજારનાં પૂર્વ ચેરમેન લાલજી પટેલ જાગૃત નેતા અને હાલના મહિલા ચેરમેનના પતિ છે. આ લાલજી પટેલ હોશિયાર અને જાગૃત હોવા છતાં છેક પંચમહાલ જિલ્લાની અને હાલ અમદાવાદ રહેતી મહિલા દ્વારા છેતરાઇ ગયા છે. મહિલાએ લાખો રૂપિયા પડાવી લીધાં અને જાણે હનીટ્રેપનો ભોગ બન્યા હોય તેવી ફરિયાદ નોંધાવી હતી. જેથી ભાભર પોલીસે ફરિયાદ આધારે આરોપી મહિલાની અટક કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. આ પછી મહિલાને જામીન મળતાં મોટો ઘટસ્ફોટ કરી દીધો છે. આરોપી મહિલાએ પૈસા પડાવ્યા નથી અને ખુદ લાલજી પટેલ સાથે સંબંધ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. મહિલાએ પુરાવાના ભાગરૂપે પોતાના અને લાલજી પટેલના ફોટા રજૂ કરતાં મધુર સંબંધનો અંત ? એવા અનેક સવાલો ઉભા થયા છે.


બનાસકાંઠા જિલ્લાના ભાભર ગંજબજારમા હાલ મહિલા ચેરમેન પદે છે. આ પહેલાં મહિલાના પતિ લાલજી પટેલ ચેરમેન તરીકે હતા. લાલજી પટેલનો ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દબદબો છે. હવે જાગૃત નેતા એવા લાલજી પટેલ બ્યુટીપાર્લર ચલાવતી મહિલા દ્વારા છેતરાયા હોવાનું જણાવી ભાભર પોલીસને ફરિયાદ આપી છે. જેમાં મૂળ પંચમહાલ જિલ્લાની અને કેટલાક સમયથી અમદાવાદ રહેવા આવેલી મહિલા સાથે કોઈ માધ્યમથી સંપર્કમાં આવી છેતરપિંડીનો ભોગ કેવી રીતે બન્યા તે સવાલ ચકાસવા મોટા ખુલાસા થઈ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાભર પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી કોર્ટના હુકમથી જામીન ઉપર મુક્ત કરી હતી. જેવા જામીન મળ્યા એવા જ કથિત મધુર સંબંધનો ઘટનાક્રમ સામે આવ્યો છે. મહિલાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરમાં આક્ષેપ કરતા જણાવી દીધું કે, લાલજી પટેલ સાથે લીવ ઈન રિલેશન એટલે કે મધુર સંબંધમાં રહેતાં હતા. આ લાલજી પટેલ અનેકવાર પોતાના ઘરે આવતાં તેમજ મહિલાના બાળકો સાથે જાણે પિતા જેવો વ્યવહાર પણ કરતાં હોવાનો આધાર બતાવવા ફોટા રજૂ કરી દીધા છે. જેના લીધે ફરિયાદ કરી છતાં લાલજી પટેલે કેમ મહિલા સાથે સંબંધ કેળવ્યા સહિતના સવાલોનો સામનો કરી રહ્યા છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, મહિલાએ જો પૈસા પડાવ્યા હોય તો પણ એકસાથે બધી રકમ તો લાલજી પટેલે આપી ના હોય. તો એકવાર રકમ આપી પાછી ના મળી તો બીજીવાર રકમ આપી કેમ છેતરાયા ? જાગૃત નેતા હોવા છતાં રૂપાળી વાતમાં કેમ આવી ગયા? મહિલાએ રજૂ કરેલા ફોટા ઘણું બતાવી રહ્યા તો મધુર સંબંધ નહિ હોય? આ તમામ સવાલો લાલજી પટેલ માટે ફરિયાદી છતાં વારંવાર શંકા ઉભી કરી રહ્યા છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાભર ગંજબજારના ચેરમેન રહેલાં લાલજી પટેલ અમદાવાદમાં રહેતી 3 છોકરાની માતા સાથે ખૂબ લાંબો સમય કેમ સંપર્કમાં રહ્યા? એવું તે શું કર્યું હશે આ મહિલાએ અથવા કયા આશયથી કે કયા ઈરાદાથી લાલજી પટેલ આ મહિલાના સારા સંપર્કમાં રહ્યા ? લાલજી પટેલ અને મહિલા વચ્ચે અચાનક એવું તે શું બન્યું કે જેથી બંને વચ્ચેનો રસપ્રદ ઘટનાક્રમ જાહેરમાં ઝઘડા સ્વરૂપે બહાર આવ્યો? આ તમામ સવાલો વચ્ચે એકવાત મુંઝવી રહી છે કે, જાગૃત નેતા લાલજી પટેલ અમદાવાદ રહેતી અને દેખાવે સુંદર મહિલા દ્વારા કેમ છેતરાઇ ગયા ? હાલ તો ભાભર પોલીસ લાલજી પટેલની ફરિયાદ આધારે મહિલા સામે પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહીમાં છે. જ્યારે હવે જામીન ઉપર મુક્ત થયેલી મહિલાએ કથિત સંબંધનો ઘટસ્ફોટ કર્યા બાદ હવે શું કરશે તે જોવું રહ્યું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code