કિસ્સો@મહેસાણા: કોરોના પિડીત મહિલાને જોડિયા જન્મ્યા, બાળકને ચેપ, બાળકી સ્વસ્થ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં કોવિડ વાયરસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાથી પિડીત મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક બાળકી અને બીજો બાળક આવ્યો છે. બંનેનો રિપોર્ટ કરાવતાં બાળક કોરોના પોઝીટીવ આવ્યો જ્યારે બાળકી તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. જોડિયા બાળકો છતાં રિપોર્ટ વિરોધાભાસી આવ્યો છે. જન્મ સાથે જ બાળકને કોરોના આવતાં
 
કિસ્સો@મહેસાણા: કોરોના પિડીત મહિલાને જોડિયા જન્મ્યા, બાળકને ચેપ, બાળકી સ્વસ્થ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં કોવિડ વાયરસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાથી પિડીત મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક બાળકી અને બીજો બાળક આવ્યો છે. બંનેનો રિપોર્ટ કરાવતાં બાળક કોરોના પોઝીટીવ આવ્યો જ્યારે બાળકી તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. જોડિયા બાળકો છતાં રિપોર્ટ વિરોધાભાસી આવ્યો છે. જન્મ સાથે જ બાળકને કોરોના આવતાં પરિજનો ફફડાટ વચ્ચે આવ્યા છે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુરનાં ગામનાં હસુમતીબેન પરમાર કોરોના મહામારી વચ્ચે સગર્ભા હતા. આ દરમ્યાન ડિલીવરી પ્રસંગે હોસ્પિટલમાં થાય તે પહેલાં કોરોના પોઝીટીવ બન્યા હતા. આ તરફ ડીલીવરી થતાં એકસાથે બે એટલે કે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જોકે માતા કોરોના પિડીત હોવાથી બાળકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં બાળકીનો રિપોર્ટ નેગેટીવ આવતાં તંદુરસ્ત હોવાનું સ્પષ્ટ થયું છે. જ્યારે બાળક કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત માતાને જોડિયા બાળકો જન્મ્યા છતાં એકને વાયરસ તો બીજાની તંદુરસ્તી સારી આવી છે. આવી સ્થિતિમાં જન્મ બાદ તાત્કાલિક કોરોનાની સારવાર લેવાની નોબત આવી છે. જન્મ બાદ કોરોના પોઝીટીવ આવતાં પરિજનોને ડર અને ફફડાટ વધી ગયો છે. આ સાથે માતાને કોરોના હોઇ તંદુરસ્ત બાળકીને કોરોનાથી સાચવવી અત્યંત મહત્વની બની ગઇ છે. આવી પરિસ્થિતિમાં આઇસોલેશન વોર્ડમાં કોરોના પિડિત માતા સાથે પરિજનોની હાજરી પણ મંથન કરાવી શકે છે.

ધાવણથી બાળકીને કોરોના થશે તો નહિ ?

જન્મ બાદ બાળકી માટે માતાનું ધાવણ અત્યંત મહત્વનું છે. હવે જ્યારે માતાને કોરોના હોઇ બાળકીને ધાવણ દ્વારા કોરોના થશે ? આ સવાલ ચિંતાજનક બન્યો છે. કોરોના દરમ્યાન બાળકીને ધાવણ આપવા સિવાય માતાની હુંફ પણ આપવાની હોઇ કોરોના વાયરસથી બચાવવા ખૂબ જ મહેનતભર્યું બની ગયું છે. બાળકીનો ભાઇ પણ કોરોના પોઝીટીવ હોવાથી માતા માટે અત્યંત કાળજી રાખવી આવશ્યક બની છે.