સાવધાનઃ સૂર્યાસ્ત બાદ પાડોશીને ન આપતાં આ 5માંથી 1 વસ્તુ, નહીં તો કંગાળ થઈ જશો

અટલ સમાચાર, ડેસ્ક સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ
 
સાવધાનઃ સૂર્યાસ્ત બાદ પાડોશીને ન આપતાં આ 5માંથી 1 વસ્તુ, નહીં તો કંગાળ થઈ જશો

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મા લક્ષ્‍મીને ધનની દેવી માનવામાં આવે છે. સૂર્યાસ્તના સમયે તમે કોઈ વ્યક્તિને ધન કે રૂપિયા આપો છો તો તેનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્‍મીને તમારા ઘરેથી વિદાય આપી રહ્યા છો. આમ કરવાથી તમારા ઘરમાંથી લક્ષ્‍મીજી નારાજ થાય છે અને સાથે તમારું નુકસાન શરૂ થાય છે. માટે આ કામ ક્યારેય ન કરો.

દૂધનો સંબંધ પણ માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની સાથે જોડાયેલો છે. જ્યોતિષ અનુસાર જો તમે સૂર્યાસ્ત બાદ કોઈને દૂધ આપો છો તો માતા લક્ષ્‍મી તમારાથી નારાજ થાય છે અને સાથે તમારા ઘરમાંથી બરકત પણ ઘટવા લાગે છે. જ્યોતિષના અનુસાર દહીંનો સંબંધ શુક્રની સાથે જોડાયેલો છે. દહીંથી વ્યક્તિના સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે પણ જો તમે સૂર્યાસ્ત બાદ કોઈને પણ આ ચીજ આપો છો તો તમારા સુખ અને વૈભવમાં ખામી આવવા લાગે છે. માટે તમારે આ કામ ન કરવું યોગ્ય છે.

જ્યોતિષમાં હળદરનો સંબંધ ગુરુના ગ્રહ સાથે માનવામાં આવે છે. આ માટે સૂર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિને હળદર આપવાની મનાઈ કરવામાં આવી છે. હળદર આપવાથી ગુરુ નબળો બને છે. હળદર આપવાથી વ્યક્તિ પાસે ધન અને વૈભવની સ્થિતિ ઘટવા લાગે છે. દરેક ઘરમાં સામાન્ય રીતે કાયમ વપરાતા લસણ અને ડુંગળીને પણ સૂર્યાસ્ત બાદ કોઈને આપવા નહીં. તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. આનો સંબંધ જાદુ-ટોના સાથે હોય છે. સૂર્યાસ્ત બાદ કોઈને તમારા ઘરમાંથી આ 2 ચીજને ખાસ ન આપો. નહીં તો તમારું પતન એવું થશે કે તમે તેમાંથી ઉગરી શકશો નહીં.