સાવચેતી@ગોઝારીયા: પ્રથમવાર ગામડાંમાં બપોર બાદ દુકાનો બંધ કરવા આદેશ

અટલ સમાચાર, ગોઝારીયા(મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લાના ગામડાંઓ પણ હવે શહેરોની જેમ માસ્ક પહેરવા પર ભાર મકુવામાં આવી રહ્યો છે. આજે ગોઝારીયા ગ્રામ પંચાયત દ્રારા ગામમાં બહારથી આવેલા લોકોની માસ્ક વગર બહાર નહિ ફરવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે તમામ પાનના ગલ્લાં-દુકાનો બપોરે 1:00 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ
 
સાવચેતી@ગોઝારીયા: પ્રથમવાર ગામડાંમાં બપોર બાદ દુકાનો બંધ કરવા આદેશ

અટલ સમાચાર, ગોઝારીયા(મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લાના ગામડાંઓ પણ હવે શહેરોની જેમ માસ્ક પહેરવા પર ભાર મકુવામાં આવી રહ્યો છે. આજે ગોઝારીયા ગ્રામ પંચાયત દ્રારા ગામમાં બહારથી આવેલા લોકોની માસ્ક વગર બહાર નહિ ફરવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે તમામ પાનના ગલ્લાં-દુકાનો બપોરે 1:00 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તરફ ગામમાં માસ્ક વગર ફરનારા વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક સ્થળ પર જ કડક કાર્યવાહી કરી દંડ વસુલવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ગોઝારીયા ગામમાં પણ હવે બપોર પછી દુકાનો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે. સ્થાનિક વેપારી મંડળોએ બેઠક કરી મહેસાણા જીલ્લામાં કોરોનાના કેસો વધતાં 16-07-2020થી 31-07-2020 સુધી તમામ દુકાનો સવારે 7:00થી બપોરે 1:00 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી ગ્રામ પંચાયત દ્રારા લેટરપેડ ઉપર નિર્ણયની અમલવારી કરવા આદેશ કર્યો છે. આ સાથે ગામમાં બહારથી આવેલા લોકોની માસ્ક ફરજીયાત કરવાના અને નિયમોના ઉલ્લંઘન સામે સ્થળ પર રૂ.200 દંડ વસુલવાની તૈયારી કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જીલ્લામાં છેલ્લા ચારેક દિવસથી દરરોજ 20થી ઉપરની સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેને લઇ મહેસાણા શહેર, વડનગર શહેર બાદ હવે ગોઝારીયામાં પણ બપોર પછી દુકાનો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આજે ગ્રામ પંચાયતે લેટરપેડ પર નિયમોની કડક અમલવારી કરવા અને ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ પાસેથી સ્થળ પર જ દંડ વસુલવાનું નક્કી કરવામાં આવ્યુ છે.