સાવચેતી@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા નિયમોનુ પાલન કરવા DDOનો આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેને લઇ આજે કોરોના સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સૂચનાઓનું પાલન કરવા આદેશ કરેલ છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 275 અન્વયે ચેપી રોગ ફાટી નીકળે તે સમયે જોગવાઇ કરેલ
 
સાવચેતી@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા નિયમોનુ પાલન કરવા DDOનો આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેને લઇ આજે કોરોના સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સૂચનાઓનું પાલન કરવા આદેશ કરેલ છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 275 અન્વયે ચેપી રોગ ફાટી નીકળે તે સમયે જોગવાઇ કરેલ છે. આ જોગવાઇને આધીન મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોને વિવિધ આદેશ કરવામાં આવેલ છે. જેમાં કોરોના વાયરસ સંબધે જે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં તે વિસ્તારના દરેક વ્યક્તિને વાયરસની ગંભીરતાની જાણ કરવી,સંક્રમિત વ્યક્તિઓના રહેઠાણની જગ્યાએ નોટીસ લગાવવા આદેશ કરેલ છે. આ ઉપરાંત સંક્રમિત વ્યકતિઓના કપડા, બીછાના અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજ વસ્તુઓને જંતુમુક્ત કરવાની પણ ઉચ્ચ કક્ષાએથી સુચના કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ દ્રારા કોરોના વાયરસ સંબધમાં ગ્રામ પંચાયત સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી સહિતને સંક્રમણ અટકાવા સારૂ નિયમોનું પાલન કરાવવા આદેશ કરેલ છે. પંચાયત વિસ્તારની ગ્રામ પંચાયત કચેરી, સેવા સહકારી મંડળીઓ, દુધ ઉત્પાદક મંડળીઓ તથા જાહેર તેમજ ધાર્મિક જગ્યાઓની ઇમારતો જંતુમુક્ત કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નિયમકારી પગલાં લેવાનો આદેશ કરેલ છે.આ સહિત સંક્રમિત વ્યક્તિ કે તેના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આઇસોલેશન કરાવવા સહિતની સુચનાઓ આપેલ છે.

સાવચેતી@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા નિયમોનુ પાલન કરવા DDOનો આદેશ

આ સાથે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સંક્રમિત વ્યક્તિઓ દ્વારા કે તેના કુટુબ દ્વારા કોઇ ખાણીપીણી કે ચીજવસ્તુઓ બનાવવાના વ્યવસાય પર પ્રતિબંધ માટે આદેશ કરેલ છે. આ ઉપરાંત ગામમાં સંક્રમિત વ્યક્તિઓના સંસર્ગ ટાળવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સહિત સરકારની માર્ગર્શિકાના અમલ માટે સુચનો કરાયા છે.ગામમાં માસ્કની ફરજીયાત અમલવારી, ૦6 ફુટનું અતર અને માસ્ક નિકાલ નિયત પ્રોટોકોલ મુજબ થાય તે જોવા માટેના સુચનો પણ પંચાયતોને કરાયા છે. જીલ્લાની પંચાયતોમાં ધાર્મિક જગ્યાઓ પર એકઠા થવા પર પ્રતિબંધ સહિત સસ્તા અનાજની દુકાન, કરીયાણાની દુકાન અને અન્ય જાહેર જગ્યાએ ભીડ ભેગી ન થાય તેનું ચુસ્તતાપણે પાલન કરવા જણાવાયું છે.

સાવચેતી@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા નિયમોનુ પાલન કરવા DDOનો આદેશ

કોરોના વાયરસ સંબધિ લોકોમાં ખોટી અફવા ન ફેલાય તેનું ધ્યાન રાખવા સહિત સરકાર દ્વારા સુચવેલ માર્ગદર્શિકા પ્રમાણે લગ્ન સમારંભમાં અને ઉત્તર ક્રિયામાં 50 થી વધુ વ્યક્તિઓ એકઠી ન થાય તે જોવાનો પણ આદેશ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં જાહેરમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધનો અમલ થાય તે માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં એપ્રિલ તથા મે માસમાં આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવણી કરી શકાશે નહિ દરેક લોકો પોતોની આસ્થા અનુંસાર ઘરના કુટુંબની સાથે ઉજવણી કરવાની રહશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક સ્થાનો એપ્રિલ તેમજ મે માસમાં બંધ રાખવા અને ધાર્મકિ સ્થાને ખાતે દૈનિક પુજા, વિધિ પુજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે તે જોવા સહિત શ્રધ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન કરવા નહિ જવાની સુચનાઓ સ્થાનિક કક્ષાએથી આપવા આદેશ કરેલ છે.

સાવચેતી@મહેસાણા: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા નિયમોનુ પાલન કરવા DDOનો આદેશ
file photo