સાવધાન: સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકનાર અને કોમેન્ટ કરનારને પોલીસનું તેડુ

અટલ સમાચાર, ડેસ્ક સોશ્યલ મીડીયામાં પોસ્ટ મુકવાનું અને વ્યવહાર મુજબ એકબીજાને લાઇક કરવાનું પણ ચલણ પરાકાષ્ઠાએ છે. ત્યારે આવા સમયે સમજયા વગર કોઇ પોસ્ટ મુકવી અને સમજયા વગર તેને આવકાર આપતી કોમેન્ટ કરવી કયારેક કેવી ભારે પડી જાય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બહાર આવ્યું છે. બારડોલીના તાલુકા પંચાયતના આગેવાન અને રાજકીય અગ્રણીએ હેલ્મેટ, પીયુસી, લાયસન્સ
 
સાવધાન: સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકનાર અને કોમેન્ટ કરનારને પોલીસનું તેડુ

અટલ સમાચાર, ડેસ્ક

સોશ્યલ મીડીયામાં પોસ્ટ મુકવાનું અને વ્યવહાર મુજબ એકબીજાને લાઇક કરવાનું પણ ચલણ પરાકાષ્ઠાએ છે. ત્યારે આવા સમયે સમજયા વગર કોઇ પોસ્ટ મુકવી અને સમજયા વગર તેને આવકાર આપતી કોમેન્ટ કરવી કયારેક કેવી ભારે પડી જાય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બહાર આવ્યું છે. બારડોલીના તાલુકા પંચાયતના આગેવાન અને રાજકીય અગ્રણીએ હેલ્મેટ, પીયુસી, લાયસન્સ માટે ચાલતી ઝુંબેશ સંદર્ભે એવી પોસ્ટ મુકી કે ‘બારડોલીમાં ગાંજો અને દારૂ મોટે પાયે વેચાય છે તે બાબત પીયુસી અને હેલ્મેટ જેટલી જ જરૂરી છે.

સાવધાન: સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકનાર અને કોમેન્ટ કરનારને પોલીસનું તેડુ

દેવ ચૌધરી નામના રાજકીય આગેવાન દ્વારા ફેસબુક ઉપર મુકાયેલી આ પોસ્ટને બારડોલી પંથકના નાંદેડના વતની એવા જીત મીસ્ત્રી ઉર્ફે જીતુ મીસ્ત્રીએ આ પોસ્ટને આવકારી ‘જોરદાર’ એવી કોમેન્ટ કરેલ. દરમિયાન આ પોસ્ટને કારણે બારડોલીમાં દારૂ, જુગાર અને ગાંજા જેવી પ્રવૃતી ચાલી રહ્યાની ખોટી છાપ લોકોમાં ફેલાઇ અને પોલીસની આબરૂને લાંછન લાગે તેવી આ પોસ્ટને કારણે પોલીસ તંત્રએ ચૂપ રહેવાને બદલે પોસ્ટ મુકનાર અને તેને જોરદાર સમર્થન આપી લાઇક કરનાર બંન્નેને સીઆરપીસી કલમ 160 મુજબ બારડોલી પોલીસ ઇન્સ્પેકટરે સમન્સ કાઢી બંન્નેને પોલીસ મથકે રૂબરૂ બોલાવ્યા હતા.

પોલીસે આ લોકોને સમન્સ પાઠવી જણાવ્યુ હતુ કે, બારડોલીમાં ગેરકાયદે પ્રવૃતિઓ કયાં કયાં ચાલે છે તેનાથી તમે માહિતગાર છો ? જેથી તમારી પાસેથી આવી માહિતી મેળવી તમોને સાથે રાખી ગેરકાયદે પ્રવૃતિ ચાલતા સ્થળે જવું છે. તમારી આ માહિતી સંદર્ભે આવી ગેરકાયદેસર પ્રવૃતિ મળી આવ્યે તેમના પર કાયદેસર કાર્યવાહી કરવાની હોય ઉપરોકત પોસ્ટ બાબતે તમારૂ નિવેદન તુરંત જ સમન્સમાં દર્શાવેલ સ્થળ સમયે આપવા હાજર રહેવા આથી સમન્સ કરવામાં આવે છે.

સાવધાન: સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકનાર અને કોમેન્ટ કરનારને પોલીસનું તેડુ

બારડોલીના પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.ચૌહાણ દ્વારા આવું સમન્સ નિકળશે તેવી અપેક્ષા જાણે ન હોય તેમ ઉપરોકત રાજકીય આગેવાન કે જેમણે પોસ્ટ મુકી હતી તેઓએ તથા પોસ્ટને જોરદાર કહી લાઇક કરનારે બન્નેએ ખુલાસા કર્યા. પોસ્ટ મુકનારે કહ્યું કે મેં તો માત્ર આવી પ્રવૃતિ ચાલતી હોય તો તેમાં પણ પગલા લેવા સુચવ્યું હતું. આવી પ્રવૃતિ કયાં ચાલે છે તેવી કોઇ માહિતી મારી પાસે નથી. સાથોસાથ પોસ્ટ પસંદ કરનાર જીત મીસ્ત્રી ઉર્ફે જીતુ મીસ્ત્રીએ પણ એવો ખુલાસો કર્યો કે મેં તો માત્ર તેઓના વિચાર સારા હોય તે બાબતે જ જોરદાર એવું લખી લાઇક કરેલ. આવી કોઇ પ્રવૃતિ બારડોલીમાં ચાલે છે કે કેમ? તે બાબતે પોતે કોઇ બાબત જાણતા નથી. આમ સોશ્યલ મીડીયા પર સમજયા વગર પોસ્ટ મુકવી કે લાઇક કરતા પહેલા સાવધાની વર્તવી જોઇ તેવું આ કિસ્સાથી સાબીત થાય છે. આ ઘટના સમગ્ર ગુજરાતમાં વાયરલ થઇ છે.